Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ૩ કેન્દ્રો માટે અરજી મંગાવાઈ 

19 September



ગાંધીધામ - કચ્છઉદય : તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાનાં ખારીરોહર કન્યા પ્રાથમિક શાળા-૪૦, માછીમાર વસાહત પં.પ્રાથમિક શાળા-૪૩, કીડાણા હા.સો કન્યા પં.પ્રા.શાળા-૬૧ ખાતે સંચાલકોની હંગામી કરારના ધોરણે નિમણૂક કરવાની થાય છે. અરજી સાથેના બિડાણોમાં જન્મનો આધાર, રહેઠાણનો આધાર, શૈક્ષણિક લાયકાતનો આધાર, આધારકાર્ડની નકલ આ જગ્યા માટે એસ.એસ.સી.સુધી અભ્યાસ અથવા તેની સમકક્ષ લાયકાત (સંચાલક માટે), વય મર્યાદા-૨૦ વર્ષથી ઉપરના અરજી કરી શકશે. તા- ૧-૧૦ સુધીમાં નિયત નમૂનામાં અરજી મામલતદાર કચેરી ગાંધીધામને મોકલી આપવા મામલતદારની યાદીમાં જણાવ્યું છે.
-----

Comments

COMMENT / REPLY FROM