Trending News
સ્થાનિક સમાચાર

નવરાત્રી અને દિવાળીમાં કચ્છથી મુંબઈ વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવાશે 

19 September




ભુજ - કચ્છઉદય : વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવરાત્રી તથા દિવાળી વેકેશન માટે મુંબઈ સ્પેશ્યલ ટ્રેનો જાહેર કરી છે, જેમાં બાંદ્રા ટર્મિનસથી ભુજ ટ્રેન નં. ૦૯૦૩૭ દર ગુરુવાર તથા શનિવાર બપોરનાં ૨ઃ૪૦ બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવારનાં ૫ઃ૫૦ વાગે ભુજ પહોંચશે. તા. ૧, ૩, ૮, ૧૦, ૧૫, ૧૭, ૨૨, ૨૪ ૨૯ ૩૧ ઓકટોબર ૨૦૨૬, તા. ૫, ૭, ૧૨, ૧૪, ૧૯, ૨૧, ૨૬, ૨૮ નવેમ્બર  ૨૦૨૬ ના આ ટ્રેન ચાલશે. જ્યારે ભુજથી બાંદ્રા ટર્મિનસ માટે ટ્રેન નં. ૦૯૦૩૮ દર શુક્રવાર તથા રવિવારના ભુજથી સાંજનાં ૫ઃ૪૦ વાગે ઉપડી બીજા દિવસે સવારનાં ૮ઃ૩૦ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તા. ૨, ૪, ૯, ૧૧, ૧૬, ૧૮, ૨૩, ૨૫, ૩૦ ઓક્ટોબર  ૨૦૨૬, તા. ૨, ૬, ૯, ૧૩, ૧૬, ૨૦, ૨૩, ૨૭, ૨૯ નવેમ્બર  ૨૦૨૬ના આ ટ્રેન ચાલશે. બાંદ્રા ટર્મિનસથી ભુજ માટે ટ્રેન નં. ૦૯૦૦૯ દર રવિવાર  સાંજ નાં ૭ઃ૨૫ બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવાર નાં ૯.૫૦ વાગે ભુજ પહોંચશે. તા. ૪, ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર ૨૦૨૬, તા. ૧, ૮, ૧૫, ૨૨, ૨૯ નવેમ્બર ૨૦૨૬ આ માટે નક્કી કરાઈ છે. ભુજથી બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. ૦૯૦૧૦ દર સોમવારના ભુજથી બપોરનાં ૨ વાગે ઉપડી બીજા દિવસે સવારના ૫ઃ૧૦ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તા. ૫, ૧૨, ૧૯, ૨૬ ઓક્ટોબર ૨૦૨૬, તા. ૨, ૯, ૧૬, ૨૩, ૩૦ નવેમ્બર ૨૦૨૬ આ માટે જાહેર કરાઈ છે. બાંદ્રા ટર્મિનસ થી ભુજ માટે ટ્રેન નં. ૦૯૦૧૧ દર મંગળવારનાં બાંદ્રા ટર્મિનસથી રાત્રેનાં ૧૧.૫૫ વાગે ઉપડી બીજા દિવસે ભુજ ૨ઃ૨૦ વાગે પહોંચશે. તા . ૬, ૧૩, ૨૦, ૨૭ ઓક્ટોબર, તા. ૩, ૧૦, ૧૭, ૨૪ નવેમ્બર ૨૦૨૬ આ માટે જાહેર કરાઈ છે. ભુજથી બાંદ્રા ટર્મિનસ માટે ટ્રેન નં. ૦૯૦૧૨ ભુજથી સાંજના ૫ઃ૪૦ વાગે ઉપડી બીજા દિવસે સવારનાં ૮ઃ૪૫ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તા. ૭, ૪, ૨૧, ૨૮ ઓક્ટોબર, તા. ૪, ૧૧, ૧૮, ૨૫ નવેમ્બર ૨૦૨૬ નક્કી કરે છે. ટ્રેનો માટે  પ્રાઇમ ફેર રહેશે. આ ટ્રેનો નું બુકિંગ સંભવિત આવતીકાલે તા. ૨૦ રવિવારથી શરૂ થશે. તેમ નિલેશ શ્યામ શાહે કચ્છ પ્રવાસી સંધ વતી જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM