સેવાભાવી કાર્યકર શાંતિલાલ મોતાને ગુરૂજી શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત થતા ખુશી
ભુજ - કચ્છઉદય : શિક્ષણ ક્ષેત્રે સંવેદનશીલ નોંધપાત્ર કામગીરી અને જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના સક્રિય કાર્યકર તરીકે સમાજ સેવામાં આપેલ નોંધપાત્ર યોગદાન બદલ તાજેતરમાં રાવલવાડી રિલોકેશન સાઇટ પ્રાથમિક શાળા ભુજના આચાર્ય શાંતિલાલ આર. મોતાને ભારતીય માનવ સમાજ સેવક સેવા સંસ્થાન નવી દિલ્હી ઓલ ઇન્ડિયા ટીમ ગુજરાત સવ્યંસિધ્ધાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સન્માન સમારોહમાં ગુરુજી એવોર્ડ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક ૨૦૨૬ વડે સન્માનિત કરાતા સંસ્થામાં ખુશીનો માહોલ છવાયો છે.
ભુજોડી ભુજ ખાતે આવેલ વંદે માતરમ મેમોરિયલ હીરાલક્ષ્મી પાર્ક ના ઓડિટોરિયમ હોલમાં ભુજના સેવાભાવી જૈન અગ્રણી મનીષચંદ્ર મોરબીયાના અધ્યક્ષ સ્થાને અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ પારૂલબેન કારા તથા જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના પ્રમુખ વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના મુખ્ય મહેમાન પદે તેમ જ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ તેમજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાંતિલાલ મોતા સહિત ગુજરાત રાજ્યના ૪૦ તેમજ અન્ય રાજ્યના ૧૧ મળીને કુલ ૫૧ પ્રતિભાશાળી શિક્ષકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી મંચસ્થ મહાનુભવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા
પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી, નિવૃત પીઆઈ કે.બી. પરમાર, મીનાક્ષીબેન મોતા, ડોક્ટર રૂપાલીબેન મોરબીયા, ડોક્ટર મમતાબેન ભટ્ટ, ઓજસ શેઠ, મનીષ મહેતા, મહેશ મહેતા વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ વિજેતા શાંતિલાલ મોતાને અભિનંદન સાથે ભાવિ સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાવનાબેન જોશીએ પણ અભિનંદન પાઠવ્યા હતા.
----

Comments