લાયન્સ કલબ ઓફ માધાપર મેઈન દ્વારા શ્રવણ યાત્રાનું આયોજન કરાયું
ભુજ - કચ્છઉદય : લાયન્સ કલબ ઓફ માધાપર મેઈન દ્વારા શ્રવણ યાત્રાનું આયોજન કરાયું હતું. શ્રવણ યાત્રાના દાતા રાધાબેન કુંવરજી દબાસિયા, લાયન્સ હોસ્પિટલના ચેરમેન એમજેએફ પીડીજી લાયન ડો. લાયન ભરત મહેતા, એમજેએફ પીડીજી લાયન મીના મહેતા, કલબના સેક્રેટરી લાયન શક્તિસિંહ જાડેજા, ખજાનચી લાયન દિનેશ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન લાયન જુનિત રાઠોડ અને લાયન રાજેશ મોહનાની તેમજ સહયોગી લાયન નર્મદા ઠાકરાણી, લાયન દયા કેરાઈ, લાયન વાડીલાલ ઠાકરાણી, લાયન કીંચન ઠક્કર, સહમંત્રી લાયન નરેશ દાવડાની હાજરીમાં યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. દાતાને કલબ તરફથી મોમેન્ટો અને ફુલહાર તથા સાલથી સન્માનવામાં આવ્યા હતા. આ યાત્રાનો ૫૬ વડીલોએ લાભ લીધો હતો. ધાર્મિક સ્થળ વાંઢાય, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર તેમજ ગુનેરી જેવા સ્થળોએ વડીલોને દર્શન કરાવાયા હતા. પ્રોજેક્ટ ચેરમેન દ્વારા યાત્રી પાસેથી પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. કલબ પ્રેસિડેન્ટ લાયન રાહુલ ઠક્કરે દાતા, મહાનુભાવો, કલબના હોદેદારો, સભ્યો તેમજ યાત્રિકોનો આભાર વ્યકત કર્યો હતો. આવા સેવાકાર્ય કરતા રહેવાની કલબ ઉપપ્રમુખ રાજુભાઈ ગજ્જરે અને લાયન શામજી કેરાઇએ ખાતરી આપી હતી.
-----

Comments