જૈનાચાર્યની પ્રેરણાથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિમિત્તે પાક્ષિક સેવાયજ્ઞનો શુભારંભ કરાયો
ભુજ-કચ્છઉદય : વાગડ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ, પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલ્પતરૂસુરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને પ્રેરણાથી છેલ્લા ૧૭ વર્ષથી સ્વ.ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવાક્ષેત્રે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણીના ભાગ સ્વરૂપ અનેરા સેવા યજ્ઞનો શુભારંભ કરાયો છે અને રસા. ૧.રપ લાખ ખર્ચે માનવસેવા અને જીવદયાના કાર્યો હાથ ધરાયા છે.
પ.પૂ.આ.ભ.આનંદવર્ધન સુરીશ્વરજી મ.સા.અને પ.પૂ.આ.ભ. આત્મદર્શન સરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં તા. ર-૯ થી તા. ૧૬-૯ સુધી જારી રહેનાર આ સવા યજ્ઞના શુભારંભે ગૌવંશને લીલાચારાનું નીરણ, શ્વાનોને દુધ-રોટલી, ખીચડી, પક્ષીને ચણ વિગેરે જીવદયાના કારયો કરાયા હતા. તેમજ શહેર બહારના વિવિધ વિસ્તારોમાં ૬૦૦ જેટલા શ્રમજીવીઓને પૌષ્ટીક આહાર આપવામાં આવ્યો હતો અને ભુલકાઓને નવા બ્રાન્ડેડ વસ્ત્રોની સોગાદ આપવામાં આવી હતી. (ભાવિનભાઈ ખંડોર ચાર્મી ક્રિએશન- દાદર મુંબઈના સહયોગથી તેમજ વિવિધ દાતાઓ તરફથી રૂા. ૭૦ હજારનું દાન મળ્યું હતું. આ અનેરા સેવાયજ્ઞના શુભારંભે સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રો.ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ઓજશ શેઠ, ભાવનાબેન જોશી, પુર્વીબેન, વિજય મહેતા વિગેરે કાર્યકરો જોડાયા હતા.
----

Comments