Trending News
સ્થાનિક સમાચાર

અંજાર-કચ્છ PGVCL  માં  પોલમપોલ : શ્રી ચૌધરી સાહેબ  મહેરબાન તો મોટા વીજચોરો પહેલવાન : વીજગ્રાહકો તોબા

02 September



અંજાર કચેરીમાં રેકોર્ડ રૂમની આગ, ડમી મીટર કૌભાંડ અને કરોડોની વીજચોરી છાવરવાના ઉઠ્યા ગંભીર આક્ષેપોઃ રાજકોટથી કચ્છનો હવાલો સંભાળતા અધિકારી સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ : ઉચ્ચ ઈજનેરો અને અધિકારીઓની મિલીભગત કે છૂપી સંમતિ વિના આવાં મોટાં કૌભાંડો શક્ય જ નથી, છતાં શ્રી ચૌધરી પર કોઈ ઈન્કવાયરી કેમ બેસાડવામાં નથી આવતી?

કચ્છ પીજીવીસીએલમાં એક પછી એક ભોપાળાં છતાં વહીવટીતંત્ર ઊંઘમાં : ઉચ્ચ અધિકારીઓની લાપરવાહી સામે ભારે રોષ


ગાંધીધામ જેવા ઔદ્યોગિક વિસ્તારમાંથી લાખો-કરોડો રૂપિયાનું મહેસૂલ મળતું હોવા છતાં, અવારનવાર પાવર કટ થવાથી વેપારીઓ અને સ્થાનિક વીજગ્રાહકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે : અવારનવાર ઝટકારૂપ લાઈટની આવજાવથી કરોડોના મોંઘાદાટ ઉપકરણોને થઈ રહ્યા છે અધ...ધ...રકમોના નુકસાન છતા વીજતંત્રમાથી કોઈના પેટનું પાણી જ નથી હાલતુ.!’

ગાંધીધામ : સરહદી જિલ્લા કચ્છમાં પીજીવીસીએલ વિભાગની કામગીરી અને કૌભાંડો રોજબરોજ સામે આવી રહ્યા છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે સમગ્ર વહીવટ કથળી ગયો છે. રાજકોટમાં બેસીને કચ્છનો હવાલો સંભાળતા અધિકારી શ્રી ચૌધરી અને તેમની નીચે કામ કરતા જવાબદારોની સતત લાપરવાહીને કારણે જિલ્લામાં વીજ કંપનીની પોલમપોલ છાપરે ચડીને પોકારી રહી હોય તેવી ચર્ચાઓ સબંધિત વર્તુળામાં ઉઠવા પામી છે. કચ્છમાં પીજીવીસીએલ તંત્રના વણસતા વહીવટની ચાડી ખાતી જુદી જુદી ઘટનાઓ હાલમાં લોકમુખે ભારે ચર્ચા જગાવી ચુકી છે. વાત સહેજ વિગતે કરીએ તો  અંજાર, ભુજ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ડમી મીટર કૌભાંડથી લઈને અંજારના રેકોર્ડ રૂમની રહસ્યમય આગ અને કરોડોની વીજચોરીના મામલાઓ સામે આવ્યા હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓ દંડનાત્મક કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ દર્શાય છે.
ગાંધીધામ જેવા ઔદ્યોગિક વિસ્તારમાંથી લાખો-કરોડો રૂપિયાનું મહેસૂલ મળતું હોવા છતાં, અવારનવાર પાવર કટ થવાથી વેપારીઓ અને સ્થાનિક વીજગ્રાહકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. જવાબદાર અધિકારી ચૌધરી સાહેબની આવી નિષ્ક્રિયતા સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.કચ્છ વીજ વર્તુળમાં એક પછી એક ગંભીર ભોપાળાં બહાર આવી રહ્યા છે, પરંતુ માત્ર નાના કર્મચારીઓની બદલી કરીને મોટા મગરમચ્છોને છાવરવામાં આવી રહ્યા છે.
કોઈ નક્કર ઈન્ક્‌વાયરી કે પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. દાખલ ન થતાં તંત્રની નીતિ-રીતિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.પીજીવીસીએલના આ કથળેલા વહીવટ અને અધિકારીઓની બેદરકારી સામે હવે વિજિલન્સ વિભાગ અને પીજીવીસીએલના એમ.ડી.  દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાગણી જોર પકડી 
રહી છે.


....................

ભુજ ડમીમીટરકાંડ : મોટા અધિકારીઓ મૌન, માત્ર નાના કર્મચારીઓની બદલી કરી સંતોષ મનાયો


ગાંધીધામ : રાજકોટ ડિવિઝનમાં મોટી જવાબદારી સંભાળતા અને કચ્છ એકમનો હવાલો ધરાવતા શ્રી ચૌધરી સાહેબ આટ-આટલા ગંભીર ઘટનાક્રમો બાદ પણ કેમ ‘મૌન’ ધારણ કરીને બેઠા છે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ભુજમાં પીજીવીસીએલનું ડમી મીટર કૌભાંડ ઠેર-ઠેર ગાજી રહ્યું છે. આ પાપ છાપરે ચડીને પોકારી રહ્યું હોવા છતાં, કોઈ મજબૂત કે ધાક બેસાડનારાં
 પગલાં લેવાના બદલે જવાબદારોને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર કૌભાંડમાં માત્ર નાના કર્મચારીઓની બદલી કરીને સંતોષ માની લેવાયો છે. ઉચ્ચ ઈજનેરો અને અધિકારીઓની મિલીભગત કે છૂપી સંમતિ વિના આવાં મોટાં કૌભાંડો શક્ય જ નથી, છતાં શ્રી ચૌધરી પર કોઈ ઈન્કવાયરી કેમ બેસાડવામાં નથી આવતી?



.................

અંજારના રેકોર્ડ રૂમની આગ અને ભદ્રેશ્વર કૌભાંડ વચ્ચે કોઈ કડી?

ગાંધીધામ : અંજાર વીજ વર્તુળ મથકના રેકોર્ડ રૂમમાં થોડા સમય પહેલાં જ રહસ્યમય સંજોગોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાના આટલા સમય બાદ પણ વીજ વિભાગ દ્વારા આ મામલે કોઈ એફ.આઈ.આર. કેમ દાખલ ન કરાઈ? આ આગ લાગી તેના બે-ચાર દિવસ પહેલાં જ ભદ્રેશ્વરમાં કરોડો રૂપિયાના હાઈપ્રોફાઈલ રાજકીય વીજચોરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું અંજારની આગ અને ભદ્રેશ્વરના કૌભાંડ વચ્ચે કોઈ ઊંડી કડી સંકળાયેલી છે? શું કરોડોની સોલ્ટ (મીઠાના ઉદ્યોગની) વીજચોરીના મહત્વના દસ્તાવેજો અને રેકોર્ડને સગેવગે કરવા માટે જ આ આગનું નાટક રચવામાં આવ્યું હતું?


.....................

ગાંધીધામના વેપાર-ઉદ્યોગોને લાખોનું નુકસાનઃ વિજિલન્સ અને સ્ડ્ઢ સમક્ષ કડક કાર્યવાહીની માંગ

ગાંધીધામ : ગાંધીધામ જેવા મહત્વના ઔદ્યોગિક મથકમાં છાશવારે વીજળી ગુલ થઈ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે ગાંધીધામ સંકુલમાંથી પીજીવીસીએલને સૌથી વધુ આવક અને મહેસૂલ મળે છે, તેની સાથે જ અન્યાયી વર્તન કરવામાં આવી રહ્યું છે. કચ્છ, અંજાર અને ભુજ પીજીવીસીએલના જવાબદારોના કાન આમળવાના બદલે આખા પ્રકરણ પર પડદો પાડી દેવાતા અનેક આશંકાઓ સેવાઈ રહી છે.આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાને રાખીને, હવે ઉચ્ચ કક્ષાએથી વિજિલન્સ વિભાગ ત્રાટકે અને ઁય્ફઝ્રન્ના મેનેજિંગ ડિરેક્ટર પોતે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી નિષ્પક્ષ તપાસ કરાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

Comments

COMMENT / REPLY FROM