ડીજીપીએ આદેશ કર્યોને પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ સ્થળેથી ગાંજો પકડયો
માધાપર, કુકમા અને મુંદરામાં માત્ર ૧૮ હજારનો ગાંજો મળ્યો
ભુજ - કચ્છઉદય : એક તરફ પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા લાખોના માદક પદાર્થના જથ્થાને ઝડપી પાડવામાં આવે છે ત્યારે પશ્ચિમ કચ્છમાં પણ પોલીસે પોતાની હાજરી પુરાવી છે. ડીજીપી જી. એસ. મલિકે ચાર્જ સંભાળતાની સાથે એકશન લેવાનું શરૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ આદેશ કર્યો છે કે દરેક પોલીસ સ્ટેશનને ડ્રગના કેસ કરવા પડશે. જો એજન્સી કેસ કરશે તો સ્થાનીક અધિકારીની જવાબદારી નક્કી થશે. ડીજીપીના આદેશને ધ્યાનમાં રાખીને ગઈકાલે એક દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ડ્રગ્સના પાંચ કેસ કર્યા છે. જેમાં એસઓજીએ કુકમા ત્રણ રસ્તા પાસેથી ૩૦ હજારના ગાંજા સાથે ભુજના શખ્સને ઝડપી લીધો હતો જેમાં અંજારના અલ્તાફની સંડોવણી સામે આવી હતી. આ સિવાય જોવા જઈએ તો માધાપર પોલીસે પોલીસ ચોકી પાસે જ કેસ કર્યો હતો. જેમાં લાખોંદમાં રહેતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા ૬૧ વર્ષિય હરજીભાઈ દેવજીભાઈ હાલાઈ પાસેથી ૧૧૯પ૦ નો ર૩૯ ગ્રામ ગાંજો પકડયો હતો. જયારે પધ્ધર પોલીસે કુકમા ગામે રહેતા અને પધ્ધર પોલીસના ચોપડે ચડી ચુકેલા સલેમાન ઉર્ફે સુલેમાન ઉર્ફે સલીમ સુમાર બાફણ પાસેથી ૧૬૦૦ રૂા. નો ૩ર ગ્રામ ગાંજો પકડયો હતો. જયારે મુંદરા પોલીસે ભુખી નદીના પટમાં ઈદગાહની સામે કાર્યવાહી કરીને સુખપર વાસના મહમદ હુસેન જુમા સમેજાને ૮૭ ગ્રામ ગાંજા કિંમત રૂા. ૪૩પ૦ સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન નારાયણ સરોવરના દરિયાઈ વિસ્તારમાં ર૦ર૩ થી ર૪ દરમ્યાન જે બીનવારસુ પેકેટ મળી આવ્યા હતા. તે મામલે પોલીસે અજાણ્યા ઈસમો સામે રાબેતા મુજબ કેસ દાખલ કર્યો હતો. જેમાં જણાવાયું છે કે, દરિયા કિનારે હેરોઈનના ર૩ પેકેટ કુલ્લ ર૭.૩૩પ કિલો ડ્રગ્સ કિંમત રૂા. ર૭.૩૩ કરોડનો મુદ્દામાલ તણાઈને આવ્યો હતો. જે મામલે નારાયણ સરોવર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments