Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં શ્રમિકોના મોતના મામલે બહુચર્ચિત  ઇમામી કંપની ફરી વિવાદના ઘેરામાં

16 June

પાપ તો છાપરે ચડીને પોકારે જ છે.તે આનુ નામ..!




કંપનીનુ ટ્રેડનામ-પ્રોડકટના સ્વાસ્થય લાભો વિશે ગ્રાહકોને ભ્રમીત કરતું હોવાનો આક્ષેપ, ઝિરો મેદાનો ખોટો દાવો કરાયો, લાયસન્સમાં જરૂરી મંજુરીઓ વિના જ ઉત્પાદનો પ્લાન્ટ-આધારિત હોવાની ખોટી છાપ ઉભી કરાઈ : ઈમામી હેલ્થી એન્ડ ટેસ્ટી સહીતની ૮ કંપનીઓને એફએસએસઆઈએની લાગ છે ફટકાર

કંડલાની ઇમામી કંપની પર અગાઉ શ્રમિકોના મોતના મામલે ઉઠ્યા હતા સવાલો : હવે એફએસએસઆઈએ લગાવી કડક ફટકાર : ઈમામી કંપની ગ્રાહકો-
આમલોકો અથવા શ્રમિકોના સ્વાસ્થય કે જીવની કોઈ જ ચિંતા રાખતી જ ન હોય તેવી બની રહી છે ઘટનાઓ : કંડલામાં શ્રમિકોની સુરક્ષામાં કચાશ રાખતા કમકમાટીભર્યા મોત નિપજયા હતા, હવે ગ્રાહકોના સ્વાસ્થય અને આરોગ્ય સામે ગંભીર લાપરવાહી આવી છે સામે



ગાંધીધામ : દેશભરમાં ખાદ્ય ઉત્પાદનો ((Food Products)) પર કંપનીઓ દ્વારા કરવામાં આવતા સ્વાસ્થ્ય અને ગુણવત્તાના દાવાઓ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ લાલ આંખ કરી છે. નિયમનકારી સંસ્થાએ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા બ્રાન્ડ નામો, આકર્ષક ટેગલાઈન અને ઉત્પાદનો વિશે ખોટા દાવા કરવા બદલ દેશની આઠ મોટી ફૂડ કંપનીઓને કડક નોટિસ ફટકારી છે. આ યાદીમાં કંડલા ખાતે કાર્યરત જાણીતી કંપની ‘ઇમામી’ (Emami) નો પણ સમાવેશ થાય છે, જે તાજેતરમાં જ એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત અને શ્રમિકોના મોતના મામલે ભારે વિવાદમાં આવી ચૂકી છે.કંડલામાં શ્રમિકોની સુરક્ષામાં બેદરકારી અને તેના લીધે કામદારોના મોત નિપજયા બાબતે મોટા વિવાદમાં થોડા સમય પહેલા  સપડાયેલી ઈમામી કંપની પર આવેલા વધુ એક સકંટની પહેલા જો વાત કરીએ તો FSSAI  ના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બ્રાન્ડ નામો અને લેબલ દાવાઓ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ એક્ટ, ૨૦૦૬’ નું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. આ દાવાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નથી અને તેનાથી ગ્રાહકોમાં ભારે મૂંઝવણ ઉભી થાય છે. અહી યાદ અપાવી શકાય કે, FSSAI ની આ કાર્યવાહી વચ્ચે ગુજરાતના કંડલામાં કાર્યરત ઇમામી કંપની સ્થાનિક સ્તરે પણ મોટા વિવાદમાં સપડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કંડલા સ્થિત ઇમામી કંપનીના પ્લાન્ટમાં સર્જાયેલી એક મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં ૪ થી ૫ જેટલા નિર્દોષ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટના સમયે કંપનીમાં લેબર લો (શ્રમ કાયદાઓ) અને સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા હતા. ૫-૫ શ્રમિકોના જીવ ગયા હોવા છતાં કંપની વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારોને વળતર આપવામાં ભારે આનાકાની અને આળસ કરવામાં આવી હોવાની બાબતે સ્થાનિક સ્તરે ભારે રોષ જગાડ્યો હતો. ઔદ્યોગિક સુરક્ષામાં નિષ્ફળ રહેલી આ કંપની હવે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોમાં પણ FSSAI ની રડારમાં આવી ગઈ છે, જેને કારણે કંપનીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.FSSAI નું કડક વલણ પણ સામે આવવા પામ્યું છે.FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય પદાર્થો પર કરવામાં આવતા તમામ દાવાઓ વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને નિર્ધારિત નિયમો મુજબ જ હોવા જોઈએ. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને તેમના અધિકારો સાથે રમત કરનાર કોઈ પણ બ્રાન્ડ કે ઓપરેટરને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

.......


કચ્છનું વહીવટીતંત્ર-વિવિધ સરકારી વિભાગો કેમ
ન આદરે ઈમામી સામે કાયદેસરની કાર્યવાહી?



ગાંધીધામ : સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવી શ્રમિકોના જીવ લેવા અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવી એ બંને ગુનાહિત બેદરકારી સમાન છે. આ મામલે સ્થાનિક પ્રશાસને પોતાની સત્તાનો ઉપયોગ કરી પગલાં ભરવા અનિવાર્ય છે. કચ્છના સ્થાનિક પ્રશાસને શ્રમિકોના માનવ અધિકાર અને ગ્રાહકોના સ્વાસ્થ્ય બંનેની રક્ષા માટે ‘ઝીરો ટોલરન્સ‘ ની નીતિ અપનાવવી પડશે. જો આ તમામ તંત્રો સંયુક્ત રીતે કડક વલણ અપનાવશે, તો જ આવી મોટી કંપનીઓ કાયદાનું પાલન કરતી થશે.
૧. ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકની કચેરી : - પ્લાન્ટની અંદર ૪ થી ૫ શ્રમિકોના મોત એ ફેક્ટરી એક્ટના સરેઆમ ઉલ્લંઘન તરફ ઈશારો કરે છે.- કાર્યવાહીઃ DISH તંત્રે તાત્કાલિક ધોરણે કંપનીના કંડલા પ્લાન્ટનું Closure Notice ઇશ્યુ કરવું જોઈએ, એટલે કે જ્યાં સુધી સુરક્ષાના તમામ માપદંડો યોગ્ય ન ઠરે ત્યાં સુધી પ્લાન્ટનું કામકાજ બંધ કરાવવું જોઈએ. : - પ્લાન્ટમાં સુરક્ષાના સાધનો, ઈમરજન્સી એક્ઝિટ અને મશીનરીની સ્થિતિની ઝીણવટભરી તપાસ કરી બેદરકારી બદલ ફેક્ટરી મેનેજર અને માલિકો સામે ફોજદારી ગુનો નોંધવો જોઈએ. ૨. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, કચ્છ - જિલ્લાના વડા તરીકે કલેક્ટરે માનવજિંદગીની કિંમત સમજાવી કડક વલણ અપનાવવું પડશે.- કાર્યવાહીઃ વળતર ચૂકવવામાં આનાકાની કરતી કંપની સામે કલેક્ટર તંત્ર ‘લેન્ડ રેવન્યુ એક્ટ’ હેઠળ કડક વસૂલાત ની નોટિસ જારી કરી શકે છે. પીડિત પરિવારોને કંપની પાસેથી ત્વરિત અને યોગ્ય વળતર અપાવવા માટે કલેક્ટરે દબાણ લાવવું જોઈએ.- આ ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે CrPC/BNSS ની કલમો હેઠળ શાંતિ અને સુરક્ષાના જોખમ બદલ કંપનીના ચોક્કસ એકમો સીલ કરવાનો આદેશ આપી શકે છે. 
૩. પોલીસ તંત્ર (કચ્છ પૂર્વ પોલીસ - ગાંધીધામ/કંડલા) - શ્રમિકોના મોત એ માત્ર અકસ્માત નહીં, પણ ગુનાહિત બેદરકારી હોઈ શકે છે.- કાર્યવાહીઃ કંડલા પોલીસે માત્ર અકસ્માત મોત નો ગુનો નોંધીને બેસી રહેવાને બદલે, કંપનીના જવાબદાર અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધ  અથવા બેદરકારીથી મોત નીપજાવવા અંગેની કડક કલમો હેઠળ GPCB દાખલ કરવી જોઈએ અને જવાબદારોની ધરપકડ કરવી જોઈએ. ૪. શ્રમ અને રોજગાર વિભાગ  - શ્રમિકોના શોષણ અને વળતર ન ચૂકવવાના મામલે શ્રમ વિભાગની ભૂમિકા મુખ્ય છે. કાર્યવાહીઃ લેબર કમિશનરે કંપનીના લાયસન્સ, શ્રમિકોના વીમા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિની તપાસ કરવી જોઈએ. ‘વર્કમેન કમ્પેન્સેશન એક્ટ’ હેઠળ મૃતક શ્રમિકોના આશ્રિતોને લાખો રૂપિયાનું યોગ્ય વળતર કંપની ચોક્કાસ સમયમર્યાદામાં ચૂકવે તે માટે કોર્ટ ઓર્ડર જેવી કડક નોટિસ ફટકારવી જોઈએ. ૫. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ - ઔદ્યોગિક એકમોમાં અકસ્માતો ઘણીવાર કેમિકલ કે ગેસ ગળતર અથવા પ્રદૂષણના નિયમો નેવે મૂકવાના કારણે થતા હોય છે. - કાર્યવાહીઃ ય્ઁઝ્રમ્ ની સ્થાનિક ટીમે પ્લાન્ટના વેસ્ટ મેનેજમેન્ટ અને એર/વોટર પ્યુરિફિકેશન યુનિટ્‌સની તાત્કાલિક તપાસ કરવી જોઈએ. જો નિયમોનું ઉલ્લંઘન જણાય, તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કંપનીનું વીજ જોડાણ અને પાણીનું કનેક્શન કાપવાની કાર્યવાહી કરવી જોઈએ. ૬. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA - કચ્છ શાખા) - FASSI એ દિલ્હીથી નોટિસ આપી છે, પરંતુ તેના આધારે સ્થાનિક સ્તરે તપાસ કરવાની જવાબદારી ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની છે. કાર્યવાહીઃ કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર્સે તાત્કાલિક કંડલા પ્લાન્ટમાં બનતા ખાદ્ય ઉત્પાદનો (રસોઈ તેલ વગેરે) ના સેમ્પલ લેવા જોઈએ અને તેને સરકારી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવા જોઈએ. જો બ્રાન્ડ નેમ પ્રમાણે પ્રોડક્ટ ગુણવત્તાયુક્ત ન માલૂમ પડે, તો કંડલામાં રહેલો માલ જપ્ત (જીીૈડી) કરી બજારમાં વેચાતો અટકાવવો જોઈએ.

........

Comments

COMMENT / REPLY FROM