Trending News
સ્થાનિક સમાચાર

ધી કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપ બેન્ક લિ.નો ડીજીટલ બેન્કિંગની સવલતમાં વધારો 

23 March




માંનવતા ગ્રાહકોને યુપીઆઈ સેવાનો લાભ

ભુજ - કચ્છઉદય : બેંકના ચેરમેન દેવરાજભાઈ કે.ગઢવી. વાઈસ ચેરમેન અંબાવીભાઈ વાવિયા, મેનેજીંગ ડીરેક્ટર ઇન્દ્રજીતસિંહ જાડેજા અને સમસ્ત બોર્ડ ઓફ ડીરેક્ટરો તેમજ સ્ટાફગણ દ્વારા બેન્કની ડીજીટલ બેન્કિંગની સવલત યુપીઆઈ સેવા માંનવતા ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી હતી. આ સુવિધાથી ગ્રાહકો ર૪ટ૭ ૩૬૫ દિવસ પોતાના મોબાઈલ દ્વારા બેન્કિંગ કરી શકશે. 
કચ્છ જિલ્લામાં દૂર દૂરના વિસ્તારના ખેડૂત - પશુપાલકો, વેપારીઓ તથા બેંકના તમામ ગ્રાહકોને ડીજીટલ બેન્કિંગની સવલત મળી રહેશે, જેનાથી બેંકના ગ્રાહકો બેંકની સુવિધા મોબાઈલ દ્વારા મેળવી શકશે, જેથી આ સવલત મળતાં સમય અને ખર્ચમાં બચત થશે. સૌ કચ્છવાસીઓને કેડીસીસી બેંક સાથે જોડાવા બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી દ્વારા અનુરોધ કરાયો છે.
----------

Comments

COMMENT / REPLY FROM