Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખાખી અને બુટલેગરોની ભ્રષ્ટ’સિન્ડિકેટ’ને તોડવી  અનિવાર્ય : પધ્ધર પાસે ૪ કરોડ નો દારૂ પકડાતા અનેક સવાલો

21 February


એસ.એમ.સી.ની સફળતાએ સ્થાનિક પોલીસની ‘નિષ્ફળતા’ સામે આંગળી ચીંધી; શું ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખવામાં આવે છે? જો હા, તો પછી પ્રમાણિક ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખનારા બેનામી ધંધાર્થીઓ સાથે ભાગબટાઈ ધરાવતા અમુક ભ્રષ્ટ ખાખધારીઓ છે કોણ?

ખાટલે મોટી ખોટ : જો કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ વખતે આ ભ્રષ્ટ સિન્ડિકેટને નહીં તોડે, તો આવનારા સમયમાં 
આ માથાભારે તત્વો પોલીસ તંત્ર માટે મોટી મુસીબત ઊભી કરશે. : એસ.એમ.સી.ની કામગીરી અભિનંદનને પાત્ર છે, પરંતુ હવે સ્થાનિક સાયબર સેલે આ કેસની ઊંડી તપાસ કરી ‘ખાખી’ પર લાગેલા ડાઘને ધોવા માટે કડક કાર્યવાહી કરવી જ રહી



ગાંધીધામ : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી બેનામી ધંધાર્થીઓ અને ખાખી વર્દીમાં રહેલા અમુક ભ્રષ્ટ તત્વોની મિલીભગતથી ચાલતી સિન્ડિકેટ હવે પોલીસ વિભાગ માટે જ પડકારરૂપ બની રહી છે. પધ્ધર પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૪ કરોડનો વિક્રમી દારૂ ઝડપાયો છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગાંધીનગરમાં બેઠેલી એસ.એમ.સી. પાસે જો ચોક્કસ બાતમી પહોંચી શકતી હોય, તો સ્થાનિક પોલીસ કેમ અજાણ છે?કચ્છની શાંત ધરા પર સમયાંતરે પકડાતા કરોડો રૂપિયાના કેફી દ્રવ્યો અને દારૂના જથ્થાએ રાજ્યના સુરક્ષા તંત્ર સામે અનેક સવાલો ખડા કર્યા છે. તાજેતરમાં પધ્ધર પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ  દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૪ કરોડનો વિક્રમી દારૂ ઝડપાયો, જે માત્ર એક સફળ કામગીરી નથી, પરંતુ સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ફળતા અને અંદરખાને ચાલતી ‘સિન્ડિકેટ’નો પર્દાફાશ કહી શકાય તેમ છે.સવાલ એ નથી કે દારૂ પકડાયો, સવાલ એ છે કે જ્યારે ગાંધીનગર બેઠેલી એસ.એમ.સી.ની ટીમને પધ્ધર પાસેના ચોક્કસ વાહનો અને દારૂના જથ્થાની બાતમી મળી શકતી હોય, તો સ્થાનિક પોલીસ આટલા મોટા જથ્થાથી અજાણ કઈ રીતે રહી શકે? શું આટલી મોટી હેરાફેરી સ્થાનિક આશીર્વાદ વગર શક્ય છે? જાણકારોનો ઈશારો સ્પષ્ટ છે કે, કચ્છમાં ખાખી વર્દીમાં છુપાયેલા અમુક ભ્રષ્ટ તત્વોએ બુટલેગરો સાથે મળીને એક મજબૂત સિન્ડિકેટ બનાવી લીધી છે.
કચ્છમાં હાલના આઈ.જી.પી. ચિરાગ કોરડિયા અને બંને જિલ્લા પોલીસ વડાઓ તટસ્થ અને પ્રામાણિક અધિકારીઓ તરીકેની છબી ધરાવે છે. પરંતુ, મુસીબત ત્યારે સર્જાય છે જ્યારે નીચેનું તંત્ર ઉચ્ચ અધિકારીઓને ‘ઊંધા ચશ્મા’ પહેરાવીને એવું ચિત્ર ઊભું કરે છે કે જિલ્લામાં બધું જ ‘શાંત અને બંધ’ છે. વાસ્તવમાં, માનકુવા જેવી ઘટનાઓ સાક્ષી છે કે જ્યાં પી.આઈ. અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓએ બુટલેગરો સાથેના મેળાપીપણામાં સસ્પેન્ડ થવું પડ્યું હતું.આ કેસમાં માત્ર બે શખ્સોને પકડવા પૂરતું નથી. હવે સમય પાકી ગયો છે કે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની નિષ્ણાત ટીમોની મદદ લેવામાં આવે. પી.આઈ. શ્રી બોડાણા જેવા અનુભવી અધિકારીઓ દ્વારા જો આરોપીઓના મોબાઈલ ડેટા, કોલ રેકોડ્‌ર્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવે, તો આ સિન્ડિકેટમાં કયા ‘મોટા માથાઓ’ અને કયા ‘ખાખીધારીઓ’ સામેલ છે તે બહાર આવી શકે તેમ છે. ૃ

.................................

ઉચ્ચ અધિકારીઓની સ્વચ્છ છબી અને નીચેનું તંત્ર વામળું.!


આ ‘સિન્ડિકેટ’ ઉચ્ચ અધિકારીઓને ‘ઊંધા ચશ્મા’ પહેરાવી એવું ચિત્ર ઊભું કરે છે કે જિલ્લામાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ છે. હકીકતમાં, 
પધ્ધરનો કેસ આ ખુલ્લી છૂટનો જીવતો જાગતો પુરાવો છે.



ગાંધીધામ : જાણકારોના મતે, આઈ.જી.પી. ચિરાગ કોરડિયા અને પૂર્વ-પશ્ચિમ કચ્છના જિલ્લા પોલીસ વડાઓ તટસ્થ અને કડક કાયદાકીય છબી ધરાવે છે. તેઓ હંમેશા સરકારના હિતમાં અને ગુનેગારોમાં ધાક બેસે તેવી કામગીરી કરવા તત્પર હોય છે. પરંતુ, મુસીબત ત્યાં ઊભી થાય છે જ્યારે પોલીસ તંત્રમાં નીચેના સ્તરે બેઠેલા અમુક ભ્રષ્ટ તત્વો બુટલેગરો અને ખનીજ માફિયાઓ સહિતના બેનામી ધંધાર્થીઓ સાથે ભાગબટાઈ કરી લે છે.આ ‘સિન્ડિકેટ’ ઉચ્ચ અધિકારીઓને ‘ઊંધા ચશ્મા’ પહેરાવી એવું ચિત્ર ઊભું કરે છે કે જિલ્લામાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ છે. હકીકતમાં, પધ્ધરનો કેસ આ ખુલ્લી છૂટનો જીવતો જાગતો પુરાવો છે.


............................


સાયબર ક્રાઈમના પીઆઈ શ્રી બોડાણાની ‘કોઠાસૂઝ’નો
 ઉપયોગ કરી સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવું જોઈએ


ગાંધીધામ : પધ્ધર પ્રકરણમાં માત્ર દારૂ પકડવો પૂરતો નથી, પરંતુ આ આખા નેટવર્કને જડમૂળથી ઉખેડવું જરૂરી છે. આ માટે સાયબર ક્રાઈમ ટીમનો અનુભવ અને ટેકનિકલ જ્ઞાન નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. સાયબર ક્રાઈમ ટીમ અને પી.આઈ. શ્રી બોડાણાની ભૂમિકા મહત્વની બની શકે તેમ છે. કચ્છ સાયબર ક્રાઈમના પી.આઈ. કે જેઓ નખત્રાણામા સેવા બજાવી ચૂકયા છે તે બાદ આઈજીના સેલમાં પણ થોડા સમય માટે સેવા આપી હતી. તેઓ મોટો અનુભવ ધરાવે છે, તેમની ભુમિકા આ કેસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. પકડાયેલા શખ્સો અને નાસતા ફરતા બુટલેગરોના મોબાઈલ ડેટા એનાલિસિસ થાય એટલે કે, 
આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેલ્સ દ્વારા જાણવું કે તેઓ કયા પોલીસકર્મીઓ કે વચેટિયાઓના સંપર્કમાં હતા.નાણાકીય વ્યવહાર,  ‘સેક્શન’ (હપ્તા) કોને અને કેવી રીતે પહોંચાડવામાં આવતા હતા. સપ્લાય ચેઈન એટલે કે માલ ક્યાંથી આવતો હતો અને કચ્છમાં કોણ કોણ તેના મોટા ખરીદદારો હતા. આ બધી જ માહીતીઓ બોર્ડર રેન્જ આઈજી શ્રી ખુદની જ સાયબર ક્રાઈમની ટીમના અનુભવી, નિષ્ણાંત, તજજ્ઞ એવા પીઆઈશ્રી બોડાણીની આવડતનો લાભ લઈ અને મેળવી શકે તેમ છે. આ બાબતે પણ વિચાર કરવો જોઈએ.


......................

નહી તો પોલીસને લાગશે કાળી ટીલ્લી..!

ગાંધીધામ : જો અત્યારે આ ભ્રષ્ટ તત્વો સામે લાલબત્તી ધરીને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં આ સિન્ડિકેટ પોલીસ તંત્ર માટે જ કાળી ટીલી સમાન સાબિત થશે. જનતાનો પોલીસ પરનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આ ‘મિલીભગત’ના નેટવર્કને તોડવું અનિવાર્ય છે.

..................

માનકુવાની ઘટનામાંથી બોધપાઠ લેવાની જરૂર


ગાંધીધામ : માનકુવા પોલીસ મથકની હદમાં અગાઉ એસ.એમ.સી.એ પાડેલા દરોડામાં પી.આઈ. અને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓને સસ્પેન્ડ થવું પડ્યું હતું. પધ્ધરની આ તાજી ઘટના બાદ પણ એ જ સવાલ ઉઠે છેઃ શું આ ૪ કરોડનો જથ્થો પહેલીવાર આવ્યો હતો? આ અગાઉ કેટલો દારૂ જનતામાં વિતરણ થઈ ચૂક્યો હશે? સ્થાનિક સ્તરે આટલી મોટી હિલચાલની જાણ કેમ ન થઈ? 

 

Comments

COMMENT / REPLY FROM