Trending News
સ્થાનિક સમાચાર

ભુજની સંસ્કાર સ્કૂલના અંશુમાને રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ જીતી પરિવારનું નામ કર્યું રોશન

09 January


ભુજ - કચ્છઉદય : રમતગમત ક્ષેત્રે ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાજેતરમાં વિવિધ રમત સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શૃંખલાના ભાગરૂપે ગત તારીખ ૦૭ જાન્યુઆરીના રોજ સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિકોલ સ્થિત રમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ રસાકસીભરી સ્પર્ધામાં ભુજની સંસ્કાર સ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી અંશુમાન પરાગભાઈ લિયાએ પોતાની અદભુત રમતનું પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંશુમાન લિયાએ અંડર-૧૪ વયજૂથની કેટેગરીમાં ભાગ લઈને મેદાનમાં ઉતરેલા અન્ય પ્રતિસ્પર્ધીઓને કાંટાની ટક્કર આપી હતી અને પોતાની કુશળતાના જોરે બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો.
રાજ્ય કક્ષાની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિજેતા બનીને અંશુમાને માત્ર રમતગમત પ્રત્યેની પોતાની રુચિ જ નહીં, પરંતુ સતત પરિશ્રમ અને નિષ્ઠાનો પરિચય પણ આપ્યો છે. તેની આ ભવ્ય સફળતા બદલ પરિવારજનો, સંસ્કાર સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા. 
------- 

 

Comments

COMMENT / REPLY FROM