ભીમાસરમાં યુવાનની હત્યામાં પ્રેમી સાથે પત્નીએ કાવતરૂ રચ્યું
પાંચ આરોપીની અટક : હત્યા માટે સોપારી આપવામાં આવી હોવાનું ખુલ્યું : ગણતરીના કલાકોમાં અંજાર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા : આગળની કાર્યવાહી હાથ ધરી
ગાંધીધામ : અંજાર તાલુકાના ભીમાસર ખાતે માધવ હોટલ પાસે યુવાનની થયેલી હત્યામાં ૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના રેલવે સ્ટેશનવાળા રસ્તે આવેલ માધવ હોટલ પાસે ભીમાસર ગામે યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેમાં જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફુટેજ તેમજ વર્ક આઉટ કરી હ્યુમન સોર્શના આધારે આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. જેમાં મરણ જનાર અરૂણકુમાર દેવકુમાર સાવ (રહે ભીમાસર, તા. અંજાર)નું કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળેલ છે. મરણજનારના શકદાર ઈસમો તરીકે પત્ની રેખાબેન તથા હારાધન ફોનીભુશન ગરાઈ, આનંદ બારોટ, ગોપાલ બારોટ, દિલીપ ભટી નામના ઈસમો સાથે મિત્રતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમને પકડી ઉંડાણ પૂર્વક યુક્તિ- પ્રયુક્તિથી પુછપરછ કરતાં આરોપીઓ મરણજનારની પત્ની રેખા, તેના પ્રેમી મિત્ર અને મિત્રો સાથે કાવતરૂ રચી મોત નિપજાવેલ હોવાની કબૂલાત આપી હતી. જેથી પાંચેય આરોપીઓભીમાસર જુના ગામ તળાવ પાસે ઓરડીમાં રહેતા આનંદ દામજી બારોટ, ગોપાલ રામજી બારોટ અને દિલીપ નાથાભાઈ ભટી, પશ્ચિમ બંગાળના હારાધન ફોનીભુશન ગરાઈ અને રેખાબેન અરૂણભાઈ શાહે (મરણ જનારના પત્ની) હોવાનું જાણવા મળતાં તાત્કાલિક તપાસ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ બનાવમાં હોટલના માલિક મરણજનરના પત્ની રેખા સાથે પ્રેમ સબંધમાં હોવાથી જે બાબતની મરણજનારને ખબર પડતાં આરોપીએ રેખા સાથે મળી પતિનો કાંટો કાઢી નાખવા માટે હારાધન ગરાઈને વાત કરતાં મિત્ર આનંદ બારોટને અંજામ આપવા માટે સોપારી આપેલ હતી. જેના બદલામાં પાંચથી ૬ લાખ રૂપિયા આપશે તેવું જણાવેલ જેથી આનંદ બારોટે તેમના મિત્ર ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટી સાથે ગુનાને અંજામ આપી એક બીજાની મદદગારી કરી મરણજનારના એકલતાનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો.
...............

Comments