લાકડીયા પોલીસ સ્ટેશનનું રેન્જ આઇજી દ્વારા ઈન્સપેકશન કરવામાં આવ્યું
રાપર : હાલ ચાલી રહેલા પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના વાર્ષિક ઈન્સપેકશનના અનુલક્ષીને આજે વાગડ વિસ્તારના ભચાઉ ડીવીઝન ના લાકડીયા પોલીસ મથકનું બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા ઈન્સપેકશન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટેશનનું રેકર્ડ નોટ રીડીંગ તથા પોલીસ કર્મચારીઓ ની સાથે પ્રશ્નોત્તરી પરેડ તથા લાકડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન બનાવવા તથા લાકડીયા ખાતે દલિત મહોલ્લાની મુલાકાત લીધી હતી. અને વિવિધ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આજે યોજાયેલા ઈન્સપેકશન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.ભાટીયા, એસટીએસ સેલ લાકડીયા પીઆઈ એમ.એન.દવે, રિડર પીઆઈ ટી.આર.ચૌધરી, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો લાકડીયા ખાતે આવેલ અનુસુચિત જાતિ ના મહોલ્લાની મુલાકાત લીધી હતી. અને અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓ ની પુછપરછ કરી હતી. આ સમયે અનુસુચિત જાતિના આગેવાન નિલ વિઝોડા તથા અન્ય આગેવાનો સાથે રેન્જ આઇજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા અન્ય અધિકારીઓએ ખાટલા બેઠક યોજી હતી. અને કાયદા - વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ વિભાગની કાયદો અને વ્યવસ્થા અંગેની કામગીરીને બિરદાવી હતી. ગાગોદર મંદિર ચોરી તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ પર અંકુશ મેળવી સરાહનીય કામગીરી કરી રહી છે તે અંગે જણાવ્યું હતું.

Comments