Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની સિરિઝનું રી-ઓક્શન કરાશે

06 November


ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી વ્હીલર પેસેન્જર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ - કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારૂં છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧ના સાંજે ૪ કલાકે શરૂ થશે.ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૮/૧૧ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૧૧ના સાંજે ૪ કલાક સુધી, તથા ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૧૧ના સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.  સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે.
---------

Comments

COMMENT / REPLY FROM