અંજારમાં જમીન લેતી-દેતીમાં ર૪ લાખની ઠગાઈ
જમીનનો સાટાકરાર કરી રૂા. ૨૪ લાખ પડાવી દસ્તાવજ નહીં કરી આપી વિશ્વાસઘાત આચરનાર સામે ગુનો
ગાંધીધામ : અંજારના આનંદ વિહાર કોમ્પ્લેક્સમાં વકીલની ઓફિસે જમીન વેચાણના નામે રૂા. ૨૪,૦૦,૦૦૦/- પડાવી લઈ જમીનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરનાર ત્રણ શખ્સો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. મોટી ખેડોઈના હર્ષરાજસિંહ જયવીરસિંહ જાડેજાની ફરિયાદ મુજબ, આરોપીઓ દાઉદ સાલેમામદ કેવર, હાજરાબાઇ ઇબ્રાહીમ કેવર અને હનીફ ઇબ્રાહીમ કિવર (તમામ રહે. થરાવડા, ભુજ) એ સર્વે નંબરોની જમીનનો સાટાકરાર કરી રૂપિયા લીધા બાદ વાયદાઓ આપી રકમ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે મ્દ્ગજી કલમ ૩૧૬(૪), ૩૧૮(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. જે.એસ. ચુડાસમાને સોંપી છે.
..........

Comments