Trending News
સ્થાનિક સમાચાર

માધાપરમાં જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ભક્તિમય ઉજવણી કરાશે

05 November


પૂજનવિધિ, શોભાયાત્રા, દાતા પરિવારોનું સન્માન અને મહાપ્રસાદનું આયોજન

માધાપર-કચ્છઉદય : માધાપર લોહાણા મહાજન દ્વારા પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ઉજવણી અને ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સમાજના દાતા પરિવારોના સન્માનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
જન્મજયંતીના મુખ્ય દાતા પરિવાર તરીકે મહેશભાઈ પ્રેમજીભાઈ જોબનપુત્રા, ભૂમીબેન આલાપભાઈ જોબનપુત્રા અને પરમ આલાપભાઈ જોબનપુત્રાનું મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતીના દિવસે સવારે માધાપર સ્થિત દરિયાલાલ-જલારામ મંદિરે યજમાન પરિવાર દ્વારા પૂજનવિધિ યોજાશે. ત્યારબાદ શોભાયાત્રા નીકળશે. કાર્યક્રમ દરમિયાન મુખ્ય દાતા તેમજ સહયોગી દાતા પરિવારોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે નવનિર્મિત જલારામ પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા મહાજનના પ્રમુખ હિતેશભાઈ મજીઠીયા, મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ઠક્કર, વરિષ્ઠ ઉપપ્રમુખ કપિલભાઈ દૈયા, ઉપપ્રમુખ જીગરભાઈ રાજદે, મંત્રી રોહિતભાઈ જોબનપુત્રા, મનોજભાઈ ઠક્કર, કિરણભાઈ કોટક, મેહુલ રાયકુંડલ, ધીરજભાઈ ઠક્કર અને નરેશ દાવડા સહિતના આગેવાનો કાર્યરત છે. મહિલા મંડળનાં પ્રમુખ વર્ષાબેન જોબનપુત્રા, યુવક મંડળના પ્રમુખ શિવમ રાજદે તથા કારોબારી સભ્યો પણ કાર્યક્રમની તૈયારીઓમાં જોડાયા છે. મહાપ્રસાદ સહિત રસોડાની સમગ્ર જવાબદારી અમૃતભાઈ બાવળ સંભાળી રહ્યા છે. માધાપર લોહાણા મહાજન દ્વારા સમાજના સૌ ભાઈ-બહેનોને આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી બની જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  
--------------

Comments

COMMENT / REPLY FROM