રાપર પંથકમાં ગાડીથી ટક્કર મારી હત્યાનો પ્રયાસ
મુન્દ્રા-રાપર હાઇવે પર પત્નીના પિયરમાં રહેવાની બાબતે મનદુઃખ રાખી યુવકને કુચકસાથી ઉડાડવાનો પ્રયાસ
રાપર તાલુકાના કીડીયાનગર વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા સુદાભાઇ વણવીરભાઇ મકવાણા પર કરણ ઉર્ફે લાલો ધારા ગોહીલ (રહે. ભીમાસર) નામના શખ્સે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીના દિકરા અને દિકરીના સામસામે લગ્ન થયા હતા, પરંતુ ફરિયાદીના પુત્ર ભરતની પત્ની પ્રિતીબેન પોતાના પિયરમાં રહેતી હોવાથી અગાઉ બોલાચાલી અને મનદુઃખ થયું હતું. આ બાબતની અદાવત રાખી ગત તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ જ્યારે ફરિયાદી પોતાનું મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ પોતાની સફેદ રંગની ક્રેટા કારથી ફિયાદીના બાઇકને પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા. આ હુમલામાં ફરિયાદીને જમણા ખભા અને પાંસળીમાં ફેક્ચર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ આ મામલે ગાગોદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯, ૧૧૭(૨) અને ૩૫૧(૪) હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ જી.એ. સોલંકી અને ડીવાયએસપી સાગર સાબડાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
........

Comments