ગાંધીધામની ગીધવાણી સ્કૂલમાં પ્રિન્સિપાલ સાથે ઝઘડો અને મારપીટનો માલમો
પૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે ચાર્જ જતો રહ્યાના મનદુઃખમાં વર્તમાન પ્રિન્સિપાલ પર હુમલો કર્યો
ગાંધીધામઃ ગાંધીધામની ડો. સી.જી. હાઇસ્કૂલ (ગીધવાણી સ્કૂલ) ખાતે ટ્રસ્ટ દ્વારા ચાર્જ બદલવાની બાબતના મનદુઃખને લઈને સ્કૂલના વર્તમાન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. ફરિયાદી ચેલાભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ભરત નાનકરામ બચાવાણીને ટ્રસ્ટે હટાવી ફરિયાદીને ચાર્જ સોંપ્યો હતો. આ વાતનું અદાવત રાખી આરોપીએ સ્કૂલના કેમ્પસમાં જ બોલાચાલી કરી, ગાળો આપી, ગળું પકડી નીચે પાડી દઈને શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બદનામીના ડરે ફરિયાદ મોડી નોંધાઈ હોવાનું જણાવી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
.......

Comments