અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ સુઝલોન એનર્જી લિમિટેડ વિરૂદ્ધ માંગેલ મનાઈ કુકમની અરજી કાઢી નખાઈ
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ સુઝલોન એનર્જી લિમિટેડ વિરૂદ્ધ માંગેલ મનાઈ કુકમની અરજી કાઢી નખાઈ
ભુજ - કચ્છઉદય : સુઝલોન કંપનીએ લખપત તાલુકાના હરોડો ગામના અલગ અલગ સર્વે નંબરો પવનચક્કી ઉભી કરી અને તે પવનચક્કીમાંથી ઉત્પન થતી વીજળી નિયત સ્થળે પહોંચાડવા માટે થાંભલા ઉભા કરી તેના ઉપરથી વીજ વાયર પસાર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાંથી અમુક વીજ થાંભલાઓ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કહેવા મુજબ તેમને મંજુર થયેલ લીઝ વાળી જમીનમાં થાંભલા ઉભા કરવામાં આવેલ છે અને એ થાંભલા ઉપરથી વીજ વાયર પસાર કરવામાં આવી રહેલ છે. સુઝલોન કંપની સદર અલ્ટ્રાટેકને મંજુર કરવામાં આવેલ લીઝ વાળી જમીનમાં થાંભલા ઉભા કરે નહી અને તેના ઉપરથી વીજ વાયર પસાર કરાવે નહીં તેવા મનાઈ હુકમની માંગણી કરતો દાવો નખત્રાણા કોર્ટમાં દાખલ કર્યો હતો અને જ્યાં સુધી દાવાનો નિકાલ ન થાય ત્યાં સુધી વચગાળાના મનાઈ હુકમની માંગણી કરી હતી, જે દાવા કામે સુઝુલોન કંપનીને કોર્ટ દ્વારા નોટીસ આવતા સુઝલોન કંપનીએ તેમના અડવોકેટ મારફતે હાજર થઇ અને દાવા કામે મજબુત વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બને પક્ષકારોના એડવોકેટ દ્વારા મજબુત દલીલો રજુ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી. બંને પક્ષોની મજબુત રજૂઆતના અંતે પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ એ.ડી.રાવે અલ્ટ્રાટેક કંપનીની મનાઈ હુકમની અરજી રીજેક્ટ કરતો હુકમ કરેલ છે. આ કામે સુઝલોન કંપની વતી સિનિયર એડવોકેટ દેવાયત એન. બારોટ તેમજ ખીમરાજ ગઢવીએ ધારદાર દલીલો કરી હતી. તેમની સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જયેશ કટુઆ તેમજ અંકીત ભાનુશાલી હાજર રહ્યા હતા.
----

Comments