લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દીરાજીને કોંગ્રેસે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદ ભારતના ઘડવૈયા, પ્રથમ નાયબ વડાપ્રધાન, આખા ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે એમની પ્રતિમાને હારારોપણ કરીને ભાવવંદના સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારતના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસ ભવન ખાતે તેમના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવમાં આવી હતી અને ઇન્દીરાજીની દેશદાઝ તથા દેશ પ્રત્યેની સમર્પણ ભાવનાને યાદ કરવામાં આવી હતી. એમણે દેશ માટે પ્રાણોની આહુતિ આપી દીધી હતી. વધુમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીનીના જીવનમાંથી દેશભક્તિ, દ્રઢ ઈચ્છા શક્તિ, લોખંડી મનોબળ, દેશ પ્રત્યે અને નાગરિકો પ્રત્યે લાગણી અને સમર્પણ જેવા સદ્દગુણો શીખવા આપીલ કરી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, જુમ્માભાઈ નોડે, ગનીભાઈ કુંભાર, પ્રજ્ઞેશશાઈ ચોથાણી, ફકીરમામદ કુંભાર, ચેતન શાહ, મુસ્તાક હિંગોરજા, કપિલભાઈ મહેતા, જેન્તીભાઈ પારેખ, બટુકપુરી ગોસ્વામી તેમજ ભુજ શહેર તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ-સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
----

Comments