Trending News
સ્થાનિક સમાચાર

નાગલપર ગામ વાડી વિસ્તાર મગરનું રેસ્ક્યુ 

24 October



માંડવી - કચ્છઉદય : તાલુકાના નાગલપર ગામમાં વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક ૬.૫ ફૂટના મગરે દેખાયો હતો, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો હતો. વાડી વિસ્તારમાં ઘરના આંગણા સુધી મગર પહોંચી આવ્યો હતો. જેથી રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે અંગેની જાણ હિંદુ યુવા સંગઠન માંડવીને કરાતા સંગઠનના યુવા સચિન મહેશ્વરીની ટીમ સાથે માંડવી પોલીસ સ્ટેશનના ચેતક બારોટ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા. ૩ કલાકની જહેમત બાદ  મગરનું  રેસ્ક્યુ કર્યું હતું. પકડાયેલા મગરને માંડવી વન વિભાગને સહી સલામત સોંપવામાં આવ્યું હતું. કાર્યમાં હિન્દુ યુવા સંગઠન માંડવી, માંડવી પોલીસ સ્ટેશનના સ્ટાફે કામગીરી કરી હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM