એમએસવી હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન યોજાશે
૨૦૦૨થી ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૧-૧૨માં ભણેલા વિદ્યાર્થીઓને આમંત્રણ
ભુજ - કચ્છઉદય : માધાપરની એમએસવી હાઈસ્કૂલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફરી એકવાર શાળાના આંગણે ભેગા કરવા માટે પુનર્મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૫ નવેમ્બર, રવિવારના રોજ સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૨૫ દરમિયાન શાળામાં ધોરણ ૧૧ અને ૧૨નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
શાળાના સક્રિય શિક્ષક પંકજભાઈ દહીંસરિયાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમનો ઉદ્દેશ જૂના સહાધ્યાયીઓ, મિત્રો અને શિક્ષકોને એકસાથે લાવી શાળાજીવનની યાદોને ફરી તાજી કરવાનો છે. વર્ષો બાદ મળવાના આ અવસરે જૂના સંસ્મરણો વાગોળવાની સાથે શાળા સાથેનો નાતો વધુ મજબૂત બનશે. મિલન સમારોહમાં જોડાવા ઇચ્છુક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપેલા ક્યૂઆર કોડ દ્વારા નામ નોંધાવવાનું રહેશે. વધુ વિગતો માટે ૯૯૭૯૩ ૨૫૩૬૮ પર સંપર્ક કરી શકાશે. આયોજકો દ્વારા શાળાના તમામ સંબંધિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ યાદગાર પ્રસંગમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરવામાં આવી છે.
-------

Comments