Trending News
સ્થાનિક સમાચાર

પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક તપાસમાં પાણી ચોરી પકડાઈ  

24 October


કુવાપદ્ધાર નાની સિંચાઈ યોજના વિસ્તારમાં આકસ્મિક તપાસ : ગેરકાયદેસર પાણી ચોરી કરતા ૪ ખેડૂતો સામે દંડાત્મક કાર્યવાહી

નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકાના કુવાપદ્ધાર ગામ ખાતે આવેલી કુવાપદ્ધાર નાની સિંચાઈ યોજના વિસ્તારમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિંચાઈ યોજનાના પાણીનો ગેરકાયદેસર રીતે વપરાશ / ચોરી કરી રહેલા ૪ જેટલા ખેડૂતોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.સરકારી અને જાહેર સિંચાઈ સંપત્તિનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરનારા તત્વો સામે કડક વલણ અપનાવતા, સ્થળ પર જ નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ (પંચાયત) ને સાથે રાખીને તમામ ૪ ખેડૂતો વિરુદ્ધ નિયમાનુસાર સખત દંડાત્મક કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સરકારી જળાશયો અને સિંચાઈ યોજનાઓમાંથી પાણીની ચોરી અટકાવવા અને છેવાડાના ખેડૂતો સુધી ન્યાયી રીતે પાણી પહોંચાડી શકાય તે માટે આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસણીઓ ઝુંબેશરૂપે ચાલુ રાખવામાં આવશે. ગેરકાયદેસર પાણી ચોરી કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે.
----

Comments

COMMENT / REPLY FROM