Trending News
સ્થાનિક સમાચાર

પ્રાગમહેલ દરબારગઢ ખાતે “ધ રોયલ કલેક્ટિવ - ધ ફેસ્ટિવ એડિટ”નો ભવ્ય પ્રારંભ

24 October



ભુજ - કચ્છઉદય : ભુજના ઐતિહાસિક પ્રાગમહેલ દરબારગઢ ખાતે યોજાયેલા ‘ધ રોયલ કલેક્ટિવ - ધ ફેસ્ટિવ એડિટ’નું ઉદ્દઘાટન કચ્છનાં મહારાણી પ્રીતિદેવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા અને પરિવારજનો, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ અને પરિવારજનો તેમજ માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીરાજસિંહ ગોહિલ અને વામા જયરાજ ગોહિલ દ્વારા ક્યુરેટ કરાયેલા આ વિશિષ્ટ પ્રદર્શનમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરના ડિઝાઇનર્સ અને પસંદગીની લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્‌સ ભાગ લઈ રહ્યાં છે. તહેવારો અને લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખીને આયોજિત આ પ્રદર્શન ભારતીય ડિઝાઇન, કલા, કારીગરી અને આધુનિક જીવનશૈલીનો અનોખો સંગમ છે. પ્રાગમહેલની ઐતિહાસિક ભવ્યતાના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમ કચ્છના વારસા અને સમકાલીન સર્જનાત્મકતાને એક મંચ પર લાવવાની સુંદર પહેલ છે. આ પ્રદર્શન સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખૂલ્લો રહેશે.
-------------

Comments

COMMENT / REPLY FROM