અંજારમાં ફટાકડાંના હંગામી વેચાણ પરવાના માટે અરજી કરવાની તક
અંજાર - કચ્છ ઉદય : શહેરની બહાર ખુલ્લા મેદાનોમાં આગામી દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાંનું વેચાણ કરવા માટે હંગામી પરવાના આપવામાં આવશે. આ માટે પરવાનો મેળવવા ઇચ્છુક વેપારીઓએ મામલતદાર કચેરી, અંજાર ખાતેથી નિયત અરજીપત્રક મેળવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. અરજી સાથે નિયત નમૂનાનું સોગંદનામું, ચકાસણી ફી તથા પરવાના ફીની ભરપાઈના ચલણ જોડીને તા. ૨૫ ઓક્ટોબર સુધીમાં કચેરીના સમય દરમિયાન મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહેશે. નિર્ધારિત તારીખ બાદ મળતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં, તેમ અંજારના કાર્યપાલક મેજિસ્ટ્રેટ અને મામલતદારે અખબારી યાદીમાં જણાવ્યું છે.
---

Comments