Trending News
સ્થાનિક સમાચાર

એસએમસી રેડકાંડ ના ઘાત-પ્રત્યાઘાતો : પૂર્વ કચ્છમાં સાફસફાઈ થઈ, પરંતુ સ્થાનિક વહીવટદાર-ઉઘરાણાખોરો કેમ બચી ગયા..?

16 October



 આડેસર પટ્ટાના પ્રકરણ બાદ પૂર્વ કચ્છપોલીસબેડામાં મોટો ફેરફાર; પીઆઈની બદલી અને ડી-સ્ટાફ વિખેરાયો પરંતુ  પુના-અનોપ જેવા કુખ્યાત બુટલેગરો સાથે વહીવટ કરનાર ‘હરપાલ’ જેવા શખ્સો સામે કોઈ કાર્યવાહી કેમ નહીં?

સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂની ગંધ આવે છે, તો સરહદી જિલ્લા કક્ષાની ‘ખાસ ટીમો’ અને જવાબદાર પીઆઈ આંખ આડા કાન કેમ કરે છે? યક્ષ સવાલ : બીટ જમાદારોથી માંડીને નાના કર્મીઓનો ભોગ લેવાઈ ગયો, પરંતુ પુના-અનોપ જેવાઓને મોટી છત્રછાયા આપનારા કે કવચ પુરૂ પાડનારાઓ સુધી કેમ કડકાઈનો રેલો ન લંબાયો? જાણકારોમાં તર્કવિતર્કો


ગાંધીધામ : રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ જ્યારે પણ કોઈ મોટા દારૂ કે જુગારના રેડ પાડે છે, ત્યારે તેની સીધી ગાજ 
નીચલા સ્ટાફ એટલે કે બીટ જમાદાર કે સિપાહીઓ પર પડે છે અને તેઓ ભોગ બની જાય છે. તાજેતરમાં પૂર્વ કચ્છના આડેસર પટ્ટામાં જીસ્ઝ્ર દ્વારા કરવામાં આવેલી રેડ બાદ 
પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા જિલ્લામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે સ્થાનિક 
પોલીસ મથકના પીઆઈની બદલી કરવા ઉપરાંત ડી-સ્ટાફને વિખેરી નાખવામાં આવ્યો છે અને મુખ્ય શાખાઓમાં પણ 
ઉથલપાથલ કરી દેવામાં આવી છે. પોલીસ બેડાની આ સાફસફાઈ ચોક્કસપણે આવકારદાયક છે, પરંતુ સવાલ એ થાય છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા મુખ્ય બુટલેગરો સાથે સાંઠગાંઠ 
ધરાવતા અને વહીવટ સંભાળતા વહીવટદારો કેમ હજુ સુધી આબાદ બચી ગયા છે?
પૂર્વ કચ્છમાં દારૂની બદીને ડામવા માટે માત્ર નાના કર્મચારીઓની બદલી કરવાથી કામ નહીં ચાલે, પરંતુ જડમાંથી ભ્રષ્ટ વહીવટ અને બુટલેગરોની મીલીભગત તોડવા માટે વહીવટદારો અને નિષ્ક્રિય અધિકારીઓ સામે પણ દાખલારૂપ કડક કાર્યવાહી થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.


.........


હરપાલ જેવા વહીવટદારો પર મહેરબાની કેમ?


ગાંધીધામ : ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં પુંના અને અનોપ જેવા કુખ્યાત બુટલેગરો સાથે મળીને સ્થાનિક સ્તરે નાણાકીય વહીવટ સ્વીકારતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આવા મુખ્ય વહીવટદારો અને શખ્સો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને કાયદાની પકડથી દૂર છે. જો નીચલા સ્ટાફ પર ગાજ વીંઝાતી હોય, તો આ મોટા માછલાઓ સામે ખાખી વર્દી દ્વારા કડક પગલાં કેમ નથી લેવાતા? તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે.

...........


સરહદી જિલ્લાની વિશેષ ટીમ અને તેના પીઆઈ કેમ અંધારામાં?

ગાંધીધામ : લોકોમાં એ વાતની પણ ભારે ચર્ચા છે કે ગાંધીનગરથી દોડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને સરહદી પંથકમાં ચાલતા અનાથ દારૂના ધંધાની ગંધ બહુ સરળતાથી આવી જાય છે અને તેઓ સફળ રેડ પણ કરે છે, તો પછી સરહદી જિલ્લા કક્ષાએ સક્રિય રહેતી ખાસ ઓપરેશન ટીમો અને તેમના પીઆઈ સહિતનો વિશાળ કાફલો શું કરતો હોય છે? તેમને આટલો મોટો દારૂનો વેપાર કેમ દેખાતો નથી? શું આ સ્થાનિક ટીમોની નિષ્ક્રિયતા છે કે પછી કોઈ અંદરખાને મિલીભગત?


............

Comments

COMMENT / REPLY FROM