આંગણવાડીના ૬૩ ભૂલકાઓનું પૂજન કરાયું
ભુજ - કચ્છઉદય : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ આંગણવાડીના ૬૩ ભૂલકાઓનું પૂજન કરાયું હતું અને દરેકને બ્રાન્ડેડ વસ્ત્રોની સોગાત આપવામાં આવી હતી
સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મહાદેવનગર ૧ આંગણવાડીના ૩૩ ભૂલકાઓ અને અન્ય આંગણવાડીના ૩૦ ભૂલકાઓ મળી કુલ ૬૩ ભૂલકાઓનું પૂજન કરાયું હતું. દરેકને ભાવિનભાઈ ખંડોર ચાર્મી ક્રિએશન અને તુષારભાઈ દોશી માહી ક્રિએશન દાદરના સહયોગથી ઈન્ડો વેસ્ટન એમ્બ્રોડરી આઈટમ, બ્રાન્ડેડ વસ્ત્રોની સોગાદ આપવામાં આવી હતી અને અલ્પાહાર કરાવ્યો હતો. આ અવસરે પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઇ દોશી, શાંતિલાલ મોતા, ભાવનાબેન જોશી, ઓજસ શેઠ, ભુપેન્દ્ર શાહ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. આંગણવાડીના કાર્યકર્તા ક્રિષ્નાબેન તન્ના તેમજ તેડાગર આશાબેન બાલાસરા વગેરે સહયોગી રહ્યા હતા. તેવું ડોક્ટર રૂપાલીબેન મોરબીયાએ જણાવ્યું હતું.
----

Comments