Trending News
રમત જગત

ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓએ યોગાસનમાં ડંકો

16 October


રાજ્ય કક્ષાએ અન્ડર-૧૯માં સુવર્ણ તેમજ રજત ચંદ્રકો મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું

ભુજ - કચ્છઉદય : રમત - ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન અન્ડર-૧૯ રાજ્ય કક્ષાની સ્પર્ધા ભુજ મુકામે યોજાયેલ હતી, જેમાં શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ વિજેતા થઈ અને કચ્છનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર રાજ્યમાં વિજેતા થઇ સંસ્થા તેમજ જિલ્લાનું ગૌરવ વધારેલું છે. સુવર્ણચંદ્રક મેળવેલ રીઘમિક જોડી વેકરીયા યશવી અને સેઘાણી મીરાં અને રજત ચંદ્રક મેળવેલ આટિસ્ટિક જોડી વેકરીયા યશવી અને આશાણી ઉર્વી સામેલ છે. દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ,  સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે. સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.
--

Comments

COMMENT / REPLY FROM