ભાદરવા શનિ અમાસ નિમિત્તે ઓમ સંસ્કારધામ મંદિરે શનિદેવનું વિશેષ પૂજન-અર્ચન
ભુજ - કચ્છઉદય : ભાદરવા શનિ અમાસના પાવન અવસરે ૧૦મી ઓક્ટોબરે શનિવારના ભુજ ખાતે આવેલ ૐ સંસ્કારધામ મંદિર, સંસ્કારનગર, મંગલમ ચાર રસ્તા, ભુજ ખાતે ભગવાન શનિદેવનું વિશેષ પૂજન - અર્ચન તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમસ્ત ભાવિક ભક્તો માટે શનિદેવના પૂજન - અર્ચનમાં જોડાઈને સ્વયં પૂજા કરવાનો અવસર રાખવામાં આવ્યો છે. શનિદેવને પ્રિય એવી વિવિધ પૂજા સામગ્રી દ્વારા વિશેષ ધાર્મિકવિધિ કરવામાં આવશે. પૂજન પ્રસંગે આકડાની માળા, પુષ્પ, કાળા તલ, કાળા અડદ સહિતની પૂજા સામગ્રી તથા ષોડશોપચાર પૂજન કરવામાં આવશે. ભક્તજનો પણ આ ધાર્મિક પૂજામાં સહભાગી બની શનિદેવના દર્શન અને પૂજનનો લાભ લઈ શકશે.
સાંજે શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર ધાર્મિક પ્રસંગમાં સૌ ભક્તજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
------

Comments