Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓએ રગ્બીમાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન

03 October


ભુજ - કચ્છઉદય : રમત - ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત  રગ્બી -૧૭ રાજ્ય કક્ષાની સ્પર્ધા ગાંધીનગર મુકામે યોજાયેલ હતી, જેમાં  સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ વિજેતા થઈ અને ગાંધીનગર મુકામે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર રાજ્યમાં ચેમ્પિયન (ગોલ્ડ મેડલ) થઇ સંસ્થા તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલું છે. વિજેતા ટીમમાં જીનલ અશોકભાઈ ચૌહાણ, ચાહત રમણીકભાઈ સોરઠીયા, હેત્વી મનજીભાઈ ભુડિયા, સુમિત્રા વિનોદભાઈ વેકરીયા, દિયા કિશોરભાઈ વેકરીયા, જાન્વી હિતેષભાઈ માનાણી , ખુશી હરેશભાઈ ભુવા સામેલ છે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે. સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.
------

Comments

COMMENT / REPLY FROM