ભુજના પ્રમુખસ્વામીનગરમાં થેરાપી અને હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન
ભુજ - કચ્છઉદય : શહેરના મુંદરા રિલોકેશન સાઈટ, પ્રમુખ સ્વામીનગર ઓધવપાર્ક-૩ના પાર્વતીબા હોલ, રામેશ્વર મંદિર ખાતે નિઃશુલ્ક થેરાપી કેમ્પ તથા હેલ્થ અવેરનેસ કેમ્પ અયોધ્યા વેલનેસ તથા ઓધવ પાર્ક-૩ વિકાસ સમિતિના નેજા હેઠળ આયોજન કરાયું છે. જે તા. ૧-૧૦થી અત્યાર સુધી ૧પ૦થી વધુ દર્દીઓની નામ નોંધણી થઈ છે. હજુ આ કેમ્પ તા. ૯-૧૦-ર૬ સુધી સમય સવારે ૯થી ૬ વાગ્યા સુધી કાર્યરત રહશે. શરીરના દુઃખાવા, ખાસ કરીને સાયટીકા, સ્નાયુઓના કે નસોના દુઃખાવા, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, ગોઠણનો દુઃખાવો, ગોટલા ચડવા, કમરનો દુઃખાવો અને એવી અનેક તકલીફોનું અસરકારક પરિણામ મળે છે. તો હજુ પણ જે દર્દીઓને કેમ્પમાં જોડાવું હોય તે રૂબરૂ આવી શકે છે તથા ૭૦૬૯૦ ૯૦૦ર૦, ૮૪૮૭૮ ૯૧૬૯પ પર સંપર્ક કરી શકે છે. આ માટે વેલનેસના કાર્યકરો ઉપરાંત વિકાસ સમિતિના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.
--------

Comments