સપ્ટેમ્બર 2026માં અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: ₹852 કરોડની કુલ આવક, યાત્રી આવકએ બનાવ્યો સર્વકાલીન રેકોર્ડ
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સપ્ટેમ્બર 2026 દરમિયાન વાણિજ્યિક તથા યાત્રી સેવાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરતાં માલભાડું, મુસાફર તથા પાર્સલ આવકમાંથી આશરે ₹852 કરોડની આવક મેળવી છે. તેમાં ₹636 કરોડની માલભાડા આવક, ₹208.60 કરોડની યાત્રી આવક તથા ₹7.40 કરોડની પાર્સલ આવકનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર મહિનામાં યાત્રી આવકમાં ગયા વર્ષની સરખામણીમાં 34.5%નો વધારો નોંધાયો છે અને ₹208.60 કરોડની યાત્રી આવક મંડળના ઇતિહાસમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ માસિક યાત્રી આવક રહી છે.
મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ, શ્રી વેદ પ્રકાશે આ શાનદાર પ્રદર્શન બદલ મંડળના વાણિજ્ય, સંચાલન તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં તેમના સતત પ્રયાસોની પ્રશંસા કરી.
1. નાણાકીય અને વાણિજ્યિક પ્રદર્શન
અમદાવાદ મંડળે સપ્ટેમ્બર 2026 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી:
• માલભાડા આવક: ₹636.08 કરોડ, જે સપ્ટેમ્બર 2025ની ₹595.16 કરોડની સરખામણીમાં 6.88% વધુ છે.
• યાત્રી આવક: ₹208.60 કરોડ, જે સપ્ટેમ્બર 2025ની ₹155.05 કરોડની સરખામણીમાં 34.54% વધુ છે અને મંડળના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ માસિક યાત્રી આવક છે.
o પાર્સલ આવક: ₹7.40 કરોડ, જે ગયા વર્ષની સરખામણીમાં 20% વધુ છે.
2. માલભાડા આવકમાં નવા રેકોર્ડ અને સિદ્ધિઓ
સપ્ટેમ્બર મહિનામાં મંડળના વિવિધ ગુડ્સ શેડ તથા ટર્મિનલોએ નોંધપાત્ર કામગીરી કરી:
• મે. વેસ્ટર્ન કેરિયર્સ ઈન્ડિયા પ્રા. લી. દેવલિયા (WCGD) દ્વારા ₹4.87 કરોડની સર્વશ્રેષ્ઠ માસિક માલભાડા આવક નોંધાવવામાં આવી. આ પહેલાંનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જુલાઈ 2026માં ₹4.55 કરોડ હતું.
• નલિયા ગુડ્સ શેડ દ્વારા ₹4.75 કરોડની સર્વશ્રેષ્ઠ માસિક માલભાડા આવક નોંધાવવામાં આવી, જ્યારે અગાઉની સર્વશ્રેષ્ઠ આવક જુલાઈ 2026માં ₹3.96 કરોડ હતી.
• સામખિયાળી ગુડ્સ શેડ દ્વારા ₹8.64 કરોડની સર્વશ્રેષ્ઠ માસિક માલભાડા આવક નોંધાવવામાં આવી. આ પહેલાંનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માર્ચ 2026માં ₹8.49 કરોડ હતું.
• કંડલા પોર્ટ ગુડ્સ શેડને 30 સપ્ટેમ્બર 2026થી કન્ટેનર ટ્રાફિક માટે કન્ટેનર રેલ ટર્મિનલ (CRT) તરીકે અધિસૂચિત કરવામાં આવ્યું છે તથા અહીં ચોવીસ કલાક કામગીરી કરવામાં આવશે.
• નરોડા ગુડ્સ શેડને 16 સપ્ટેમ્બર 2026થી કાંકરિયાના વૈકલ્પિક ગુડ્સ શેડ તરીકે અધિસૂચિત કરવામાં આવ્યું છે.
3. નવી કોમોડિટી, નવા ગંતવ્ય અને નવા ગ્રાહકો
મંડળ દ્વારા નવા વેપારી તકો વિકસાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી:
• મે. શ્રી રેણુકા સુગર લિમિટેડ (SRSL) દ્વારા ગાંધીધામથી વિવિધ ગંતવ્યો માટે ખાંડની 5 રેક BCN વેગનમાં લોડ કરવામાં આવી, જેના દ્વારા ₹2.85 કરોડની વધારાની આવક પ્રાપ્ત થઈ.
• દક્ષિણ પશ્ચિમ રેલવેના દેવણગોથિ, ઉત્તર રેલવેના ચિલબિલા જંક્શન, પટલી અને પલવલ, ઉત્તર પશ્ચિમ રેલવેના બાવલ, ઈસ્ટ કોસ્ટ રેલવેના સુકિન્દા રોડ, સેન્ટ્રલ રેલવેના મિરજ તેમજ DFCRના ન્યૂ સરધના સહિત વિવિધ નવા ગંતવ્યો માટે કન્ટેનર, ખાતર તથા અન્ય રેકનું સંચાલન કરવામાં આવ્યું.
• મે. ડી બી ટ્રેડલિંક પ્રા. લી. દ્વારા કંડલા પોર્ટ ડોક રેલ ટર્મિનલથી કોટા મંડળના દાધદેવી માટે આયાતી સ્ટીમ કોલસાની 3 રેક લોડ કરવામાં આવી, જેના દ્વારા ₹2.12 કરોડની આવક પ્રાપ્ત થઈ.
• મે. રેલહોલ લોજિસ્ટિક પ્રા. લી. દ્વારા કાંકરિયાથી મિર્જા, રંગિયા મંડળ માટે મિશ્રિત કોમોડિટીની 3 મિની રેકનું સંચાલન કરવામાં આવ્યું, જેના દ્વારા ₹97.18 લાખની આવક પ્રાપ્ત થઈ.
• મે. શ્રી ખૈતાન કેમિકલ એન્ડ ફર્ટિલાઈજર લી. દ્વારા વિવિધ ગંતવ્યો માટે આયાતી ખાતરની 2 મિની રેક લોડ કરવામાં આવી.
• મે. થ્રીલાઈન લોજિસ્ટિક એન્ડ શિપિંગ પ્રા. લી. દ્વારા કંડલા પોર્ટ ડોક રેલ ટર્મિનલથી બામનહેરી માટે બાંસના પલ્પની એક રેકનું સંચાલન કરવામાં આવ્યું, જેના દ્વારા ₹29.53 લાખની આવક પ્રાપ્ત થઈ.
4. પાર્સલ વ્યવસાયમાં મહત્વપૂર્ણ સિદ્ધિ
• 16 અને 17 સપ્ટેમ્બર 2026ના રોજ પાર્સલ સ્પેસની ઈ-હરાજી યોજવામાં આવી હતી, જેના માધ્યમથી 4 સંપત્તિઓની સફળતાપૂર્વક લીઝિંગ કરવામાં આવી. આ કરારો દ્વારા આગામી 3 વર્ષ દરમિયાન ₹3.61 કરોડની આવક પ્રાપ્ત થશે, જેમાં નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન અંદાજે ₹0.61 કરોડની આવક થવાનો અંદાજ છે.
5. મુસાફર સેવાઓ અને વિશેષ ટ્રેનો
તહેવારો અને મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી:
• 09405/09406 અસારવા –ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલનું સંચાલન 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી ભાદરવી પૂનમ મેળા દરમિયાન વધતી યાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું.
• 09465 અમદાવાદ–દરભંગા સ્પેશિયલને દિવાળી અને છઠ પૂજાની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને 27 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી.
• 09088 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ TOD સ્પેશિયલનું સંચાલન 10 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર 2026 સુધી નવરાત્રિ, દિવાળી અને છઠ પૂજાની ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું.
• વધારાની યાત્રી સંખ્યાને ધ્યાનમાં રાખીને 25 વિશેષ ટ્રેન ફેરા ચલાવવામાં આવ્યા, જેના દ્વારા આશરે 0.36 લાખ યાત્રીઓને સુવિધા મળી તથા ₹3.02 કરોડની યાત્રી આવક પ્રાપ્ત થઈ.
6. ટિકિટ ચેકિંગ અને ડિજિટલ ટિકિટિંગ
ટિકિટ ચેકિંગ અભિયાન દરમિયાન સપ્ટેમ્બર 2026માં વિવિધ સ્તરે અસરકારક કાર્યવાહી કરવામાં આવી:
• 3 ફોર્ટ્રેસ ચેક દરમિયાન 475 કેસ પકડવામાં આવ્યા તથા ₹4.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
• 2 એમ્બુશ ચેક દરમિયાન 375 કેસ પકડવામાં આવ્યા તથા ₹3.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
• 9 વિશેષ ફોર્ટ્રેસ ચેક દરમિયાન 1,557 કેસ પકડવામાં આવ્યા તથા ₹16.54 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
· સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આશરે 160 એન્ટી-લિટરિંગ કેસ નોંધવામાં આવ્યા અને ₹1.27 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. તેમજ 16 એન્ટી-સ્મોકિંગ કેસ નોંધવામાં આવ્યા અને ₹0.32 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
7. માલ પરિવહન અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી
15 સપ્ટેમ્બર 2026ના રોજ માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શિવલખા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (GCT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા ભીમાસર, દેવલિયા અને ચંડીસર GCTને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા. તેમજ લિંચ GCTનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
આ પ્રસંગે શિવલખાથી મીઠાપુર માટે ભારતની પ્રથમ સ્ટેનલેસ સ્ટીલ સોલ્ટ કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી. નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, જેના કારણે અમદાવાદ/ભુજ વચ્ચે દોડતી ટ્રેનો માટે ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલની જરૂરિયાત દૂર થઈ ગઈ છે. આ ઉપરાંત, ટ્રેન નંબર 22829 ભુજ–શાલીમાર એક્સપ્રેસને અંજાર સ્ટેશન પર નવો નિર્ધારિત સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

Comments