Trending News
ક્રાઈમ

અંજાર PI એચ.એ. જાડેજાનો વધુ એક સપાટોઃ ખંભરાના  મતિયાદેવ મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો

03 October


ચડ્ડી-બનિયાન ગેંગના ૪ આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા, ૩ આરોપી હજુ ફરાર; રૂ.૨૪,૮૭૦નો મુદ્દામાલ રિકવર

અંજાર : અંજાર વિસ્તારમાં ખંભરા ગામના મતિયાદેવ મંદિરમાં રાત્રિના સમયે થયેલી દાનપેટીની ચોરીનો અંજાર પોલીસે ભેદ ઉકેલી ચડ્ડી-બનિયાન ગેંગના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર ૈઁં શ્રી એચ.એ. જાડેજાએ મંદિરની ચોરીના ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અંજાર પોલીસ સ્ટાફને ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી બાતમી મળી હતી કે અગાઉ અંજાર વિસ્તારમાં ચોરી કરનારા શખ્સો ફરી ચોરીના ઇરાદે વરસામેડીથી મેઘપર ડેનાલ પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે મિથુન વરસીંગ મોહનીયા ઉ.વ.૨૩, રહે. બીલીયા, પટેલ ફળીયુ, તા. ધાનપુર, જી. દાહોદ, હાલ રાજકોટ; અંશુ બચુ કટારા ઉ.વ.૪૮, રહે. ઝાબુ, શીતવા ફળીયુ, તા. ધાનપુર, જી. દાહોદ, હાલ રાજકોટ; દિનેશ શબુરભાઈ ડામોર ઉ.વ.૩૦, રહે. સરસોળા, ડરળ ફળીયુ, તા. ગરબાડા, જી. દાહોદ, હાલ રાજકોટ; તથા સમુ નબળાભાઈ મોહનીયા ઉ.વ.૪૦, રહે. બીલીયા, 
પટેલ ફળીયુ, તા. ધાનપુર, જી. દાહોદ, હાલ રાજકોટને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન મિથુન વરસીંગ મોહનીયાએ કબૂલાત કરી હતી કે આશરે બે મહિના અગાઉ તે ખંભરા ગામમાં ય્ઈમ્ની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાના કામે આવ્યો હતો અને તે સમયે મતિયાદેવ મંદિર પાછળ રોકાયો હતો, જ્યાંથી મંદિરની દાનપેટી ચોરી કરવાનો વિચાર આવ્યો હતો. બાદમાં રાજકોટ ગયા પછી આશરે ૧૫ દિવસ અગાઉ અંશુ બચુ કટારા, દિનેશ શબુરભાઈ ડામોર, સમુ નબળાભાઈ મોહનીયા તેમજ જબલો ડામોર, સુમલો કટારા અને સાગર મોહનીયા સાથે બોલેરો પીકઅપમાં ખંભરા આવી મોડી રાત્રે મતિયાદેવ મંદિરની દાનપેટીની ચોરી કરી હતી. આરોપીઓએ સિનુગ્રા ગામની વાડી વિસ્તારમાંથી એક મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓને સાથે રાખી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ ગુનામાં જબલો ડામોર રહે. નંડેલાલ, તા. ગરબાડા, જી. દાહોદ; સુમલો કટારા રહે. ઝાલુ, તા. 
ધાનપુર, જી. દાહોદ; તથા સાગર મોહનીયા રહે. બીલીયા, તા. ધાનપુર, જી. દાહોદ હજુ પકડવાના બાકી છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ દરની નોટોમાં રૂ.૪,૯૬૦ રોકડ તથા ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.૨૦,૦૦૦, મળી કુલ રૂ.૨૪,૮૭૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનના ભાગ-A ગુ.ર.નં.૧૧૯૯ ૩૦૦૩૨ ૬૧૩૩૧/૨૦૨૬, BNS કલમ ૩૦૫, ૩૩૧(૪), ૩(૫) તથા ગુ.ર.નં.૧૧૯૯ ૩૦૦૩૨ ૬૧૨૫૧/૨૦૨૬,BNS કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. સમગ્ર કામગીરીમાં અંજાર PI  શ્રી એચ.એ. જાડેજા,PSI  શ્રી આર.પી. જાડેજા, શ્રી એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Comments

COMMENT / REPLY FROM