Trending News
સ્થાનિક સમાચાર

શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજના આચાર્ય રીટાબેન અધ્યારૂને ‘ગુરૂજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક

14 September



ભુજ - કચ્છઉદય : શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી તથા સમાજસેવામાં આપેલા યોગદાન બદલ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, ભુજ-માધાપરના આચાર્ય રીટાબેન અધ્યારૂને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા દ્વારા ‘ગુરૂજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.
રીટાબેન અધ્યારૂ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત તેઓ વિવિધ સામાજિક અને લોકસેવાની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. ખાસ કરીને બાળકલ્યાણ, કન્યા શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદ બાળકો માટેની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. શિક્ષણને માત્ર અભ્યાસ પૂરતું સીમિત ન રાખી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, માનવતા, જવાબદારી અને સામાજિક જાગૃતિના ગુણો વિકસાવવાના તેમના સતત પ્રયત્નોને આ સન્માન દ્વારા બિરદાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે શ્રદ્ધા પરિવાર  થતા શાળાના ચેરમેન પ્રીતમભાઈ ઠક્કર, ડાયરેક્ટર મનોજભાઈ ઠક્કર, ટ્રસ્ટીઓ જાગૃતીબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર, કુણાલભાઈ ઠક્કર, પિંકલબેન ઠક્કર, દ્વારા રીટાબેન અધ્યારુને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને રીટાબેન ને બિરદાવવામાં આવ્યા હતા. સંસ્થાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, “શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું આ સન્માન સમગ્ર શ્રદ્ધા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. 
-------------

Comments

COMMENT / REPLY FROM