Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ડીક્યુએમએસ અંતર્ગત એનએસીપી - માહિતી અંગે તાલીમ અપાઈ

14 September




એચએમઆઈએસીના તમામ ઇન્ડિકેટરની કરાઈ સમીક્ષા : નોંધાયેલી વિસંગતતાઓ દૂર કરવા અપાયું માર્ગદર્શન

ભુજ - કચ્છઉદય : જિલ્લામાં રાષ્ટ્રીય એઇડ્‌સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગની કામગીરી વધુ સુદૃઢ બનાવવા તથા એચએમઆઈએસમાં નોંધાતી માહિતીની ગુણવત્તા સુધારવા જિલ્લા કક્ષાએ ડીક્યુએમએસ અંતર્ગત તાલીમ યોજાઈ હતી. દિશા યુનિટ-કચ્છ દ્વારા આયોજિત આ તાલીમમાં જિલ્લાના તમામ ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી દ્વારા એનએસીપી કાર્યક્રમની કામગીરી તથા આરોગ્ય વિભાગમાં માહિતી વ્યવસ્થાપનની અગત્યતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન જિલ્લા ક્ષય તથા એચઆઈવી અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા એનએસીપી કાર્યક્રમનું ઓવરવ્યૂ રજૂ કરી કાર્યક્રમ હેઠળની વિવિધ કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને એનએસીપી કાર્યક્રમ અંતર્ગત એચએમઆઈએસમાં નોંધાતા તમામ ઇન્ડિકેટર્સની એક પછી એક સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને સંસ્થાઓમાંથી એચએમઆઈએસમાં નોંધાતી માહિતી તથા વાસ્તવિક કામગીરી વચ્ચે જોવા મળતી વિસંગતતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડેટા એન્ટ્રી દરમિયાન થતી ભૂલો, અધૂરી માહિતી, ઇન્ડિકેટર્સમાં રહેલા તફાવતો તેમજ સમયસર માહિતી અપડેટ ન થવા જેવા મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સુધારાત્મક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મળતી સેવાઓ અંગેની માહિતી પણ સચોટ રીતે નોંધાય તે અંગે ભાર મૂકાયો હતો. ખાસ કરીને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, આયુષ્માન કાર્ડ સંબંધિત કામગીરી તથા સારવારના ડેટાની સમયસર અને યોગ્ય નોંધણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીએમજેએવાય સહિતની યોજનાઓના ડેટામાં કોઈ વિસંગતતા ન રહે અને વાસ્તવિક કામગીરી સાથે નોંધાયેલ માહિતી સુસંગત રહે તે માટે નિયમિત ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. મનોજ દવે દ્વારા જણાવાયું હતું કે, આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોના મોનીટરીંગ અને આગામી આયોજન માટે એચએમઆઈએસમાં નોંધાતી માહિતી મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી દરેક સ્તરે સચોટ, સંપૂર્ણ અને સમયસર માહિતીની નોંધણી થાય તે જરૂરી છે. વાસ્તવિક કામગીરી અને એચએમએસઆઈના આંકડા વચ્ચે કોઈ તફાવત ન રહે તે માટે નિયમિત રીતે માહિતીની ચકાસણી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. તાલીમમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝરની એનએસીપી કાર્યક્રમ અંતર્ગત જવાબદારીઓ, વિવિધ કામગીરીના અહેવાલ, એચએમઆઈએસમાં માહિતીની નોંધણી તથા ઇન્ડિકેટર આધારિત ડેટાની ચકાસણી અંગે વ્યવહારુ માર્ગદર્શન અપાયું હતું.
જિલ્લા કક્ષાની આ તાલીમનો હેતુ માત્ર એચએમઆઈએસમાં ડેટા એન્ટ્રી કરાવવાનો નહીં, પરંતુ નોંધાતો ડેટા ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય બને તથા તેના આધારે એચએસીપી કાર્યક્રમની કામગીરીનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે તેવો રહ્યો હતો. કાર્યક્રમના અંતે એચએમઆઈએસમાં જોવા મળતી વિસંગતતાઓને પ્રાથમિકતાના ધોરણે દૂર કરવા, નિયમિત ડેટા વેરિફિકેશન કરવા તથા ભવિષ્યમાં માહિતીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સંબંધિત આરોગ્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. 
---


 

Comments

COMMENT / REPLY FROM