Trending News
ક્રાઈમ

કંડલાના ગોડાઉનમાં સેફ્ટી વગર કામ  કરાવતા મજૂરનું ઊંચાઈ પરથી પટકાતાં મોત

11 September



ઠેકેદારની લોલમલોલ : ગુનાહિત બેદરકારી સામે માનવવધની કરાઈ ફરીયાદ : બાઇક પરથી પડી ગયાનું જૂઠું નાટક રચનાર સામે ગુનાહિત માનવવધની ફરિયાદ

ગાંધીધામઃ કંડલામાં સી.ડબલ્યુ.સી. કન્ટેનર યાર્ડ સામે આવેલા ગુજરાત સ્ટેટ વેરહાઉસ ગોડાઉન-૫ ખાતે ગત ૧૭ ઓગસ્ટના રોજ બનેલી ગંભીર ઘટનામાં પોલીસે ગુનાહિત માનવવધ અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વેલ્ડિંગનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર નિલેશભાઈ ધનજીભાઈ બાંભણીયા (સોરઠીયા આહિર) (રહે. અંજાર) એ સેફ્ટી બેલ્ટ, પ્લેટફોર્મ કે ગાર્ડરેલ જેવી કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના મજૂરો પાસે ઊંચાઈ પર જોખમી કામ કરાવ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાતાં મોહનભાઈ દેવજીભાઈ ભોઈયા ઊંચાઈ પરથી નીચે પટકાતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.ઘટના બાદ આરોપી નિલેશ બાંભણીયાએ મૃતકના પરિવારજનો અને પોલીસને ‘મોહનભાઈ મોટરસાઇકલ પરથી પડી જતાં ઈજા થઈ છે’ તેવી ખોટી અને ગેરમાર્ગે દોરનારી હકીકત જણાવી બનાવ પર પડદો પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, મૃતકના ભાઈ અશોકભાઈ ભોઈયાએ આજુબાજુમાંથી અને પોલીસ પાસેથી સાચી હકીકત મેળવી સ્થળ તપાસ કર્યા બાદ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી નિલેશ બાંભણીયા સામે મ્દ્ગજી કલમ ૧૦૫ (ગુનાહિત માનવવધ) અને ૨૧૬ (ખોટી માહિતી આપવી) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM