Trending News
સ્થાનિક સમાચાર

વાગડના ગાંધીવાદી ગામ વલ્લભપરમા દારૂબંધીના કડક નિયમો બનાવાયા 

24 August

 

રાપર-કચ્છઉદય : રાપર તાલુકાના વલ્લભપરમાં ક્રાંતિ સાથે દારૂબંધીના અમલ વચ્ચે નિયમો બનાવ્યા છે કે જેમાં દારૂ પીનારને ૧૦૦૦, વેંચનારને ૫૦૦૦, જામીનને ૫૦૦૦ દંડ બીજીવાર પકડાશે તેને ગામવાસીઓ જ પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવશે એવા નિર્ણય સાથે  વાગડ વિસ્તારમાં લોકોની જાગૃત્તિને પગલે રાપર તાલુકાના વલ્લભપર ગામે સર્વાનુમતે દારૂબંધીના સજ્જડ અમલનો નિર્ણય લીધો અને પાંચ નિયમો ઘડ્યા તેમજ એ નિયમ પાલન માટે એક સમિતિની રચના કરી દારૂના દુષણ સામે આ ગામે લક્ષ્મણ રેખા દોરી ’સૌનો સાથ સૌનો વિકાસ’  એ સુત્ર અપનાવી પણ ’દારૂથી નથી કરવો વિનાશ’ એવા સૂત્ર સાથે ૧૫૦૦ની વસ્તીવાળા ગામે તાજેતરમાં  વલ્લભપર સમાજવાડીમાં બેઠકમાં આગેવાનો વડીલો, બહેન-દીકરી, યુવાનોની હાજરીમાં એક સંકલ્પ લીધો અને નિયમોની લીધો કે પીધેલો પકડાય તેને ૧૦૦૦ રૂા. દંડ થશે. દારૂ વેંચનારને ૫૦૦૦ રૂા. દંડ થશે. દારૂ પીનાર-વેંચનાર બીજી વાર પકડાય તો સીધો પોલીસને સોંપી શાન ઠેકાણે લાવવી.
આ દારૂના કેસમાં ગામનો કોઈ પણ પકડાય તો જે વ્યક્તિ જામીન પડે તેને ૫૦૦૦ રૂા. દંડ થશે.  દારૂના દુષણને ગામમાંથી જાકારો આપવાની શરૂઆત કરી છે. ગામમાં ચાર પેઢી દારૂમય હતા. 
રાપર તાલુકા વલ્લભપર આમ તો સેવાભાવી સર્વોદય કાર્યકર સ્વ. મગનભાઇ સોનીની સાધનાનું ગામ છે પણ આવા સજ્જનોની વિદાય બાદ ગામમાં દારૂએ ઉધમાત મચાવ્યો અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે આ ખૂબ ખાનદાની ગામમાં પણ છેલ્લા દોઢેક દાયકાથી દારૂના દુષણે ગામને અભડાવવાનું શરૂ કર્યું હતું. ૧૯૫૧માં જેનું તોરણ બંધાયું એવા વલ્લભપરને વિશેષ ઓળખ આપી ગાંધીવાદી, સર્વોદય કાર્યરત સ્વ. મગનભાઈ સોનીએ તેમણે ૧૯૫૨માં વલ્લભપરમાં ધો. ૧થી ૭ની શાળા સાથે છાત્રાલય શરૂ કર્યું, સહકારીક્ષેત્રે વલ્લભપર વિ.કા.સ. મંડળીને પાંચાભાઇ પરસોંડ જેવા મંત્રીએ ઉભી કરી તેઓ ૧૯૬૪થી ૮૭ સુધી મંત્રી રહ્યા હતા.
દાદા, પિતા, પુત્ર બાદ પૌત્ર પણ દારૂ ગાળતો, મંગાવતો, વેંચતો અને બેફામ પીતો થઇ જતા નાના એવા ગામમાંથી સંસ્કારોને સ્થળાંતર કરવું પડ્યું. બહેન, દીકરીઓની સલામતી-ગૌરવ જોખમમાં મૂકાયા અને ત્યારે જ ખારસરવાંઢથી નીકળેલી હંસ નિર્વાણના જય જયકાર સાથેની કોળી સમાજની શિક્ષણ રથયાત્રા ગામમાં આવી અને પિતા સમક્ષ પુત્ર દિલ ખોલીને વાત કરે તેમ ગામના જાગૃત સરપંચ સામાભાઇ રાયજણ મકવાણા, ફૂટબોલ કોચ એમ. એ. સુધી ભણેલા જીગર રણશી મકવાણા, ઇશ્વર વીરા પરસોંડ, કિરણ પાંચાભાઈ પરસોંડ સહિતનાએ સભામાં દારૂની દાદાગીરીનો મુદ્દો ઉઠાવ્યો અને આખા ગામે આ દૈત્યને ૫ દેશવટો આપવા એકી સાથે અવાજ ઉઠાવતા સામૂહિક ધોરણે દારૂબંધીની સજ્જડ અમલવારી અને ગામની જ રખેવાળીનો નિર્ણય લેવાયો છે.
--------

Comments

COMMENT / REPLY FROM