Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામનો થયો સત્તાવાર ખુલાસોતે

22 May

કાનમેરના હત્યા કેસમાં કચ્છ ભાજપમાં ત્રણ નેતાઓની સંડોવણી સામે આવીઃ જિલ્લા પંચાયત આધોઈ સીટના સદસ્યના પતિની ધરપકડ : ભચાઉ નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને ગાંધીધામના રાઈફલ કલબ સંચાલક હજુ ફરાર


શાબાશ કહેવાય..
ભચાઉ ડીવાયએસપી શ્રી સાગરને....!

લ્યો બોલો, બુમલો પકડાયો..બધાયને નવાઈ લાગી રહી છે..! : દૈનિક ૧૦થી ૧પ લાખની આવકવાળા ધોળા દીવસે ઓવરલોડ વાહનો ચોરરસ્તાઓથી પસાર કરાવતો તેમ છતા તેનો કોઈ વાળ પણ વાંકો ન હોતા કરી શકતા..!, તેને કોઈ રોકટોક પણ નહોતુ કરી શકતુ.. પોલીસે પકડીને બહાદુરીનું કામ કર્યુ કહેવાય

ભચાઉ ડીવાયએસપીશ્રી સાગર સાંબડાએ પ્રેસ યોજી અને અત્યાર સુધીની તપાસની આપી માહીતી : નરેન્દ્ર ગઢવીની અટકાયાત કરાઈ છે, બાકીના વધુ ખુલેલા નામોવાળા આરોપીઓને પકડવાની ગતિવીધીઓ ચાલી રહી છે

કચ્છ બોર્ડર રેન્જ આઈજીપીશ્રી, પૂર્વ કચ્છ એસપીશ્રીના માર્ગદર્શન હેઠળ ૧ર જેટલી અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી ચાલી રહી છે, ગુનાની ગંભીરતાને જોતા ચોકકસથી કાયદાકીય રીતે કડક પગલા જ લેવામાં આવશે : શ્રી સાગર સાંબડા(ભચાઉ ડીવાયએસપીશ્રી)


નરેન્દ્ર દાન ગઢવીની અટક કરાઈ, વલીમામદ, દીલીપ અયાચી, અશોકસિંહને પકડવાની તજવીજ તાલુમાં


ગાંધીધામ : રાપરના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચેના વિસ્તારમાં ઘુડખર અભ્યારણ્યમાં જમીનના ગેરકાયદેર કબ્જા મુદે થયેલી જુથઅથડામણ તથા તેમાં એક વ્યકિતની નીપજેલી હત્યાના પ્રકરણમાં આજ રોજ વધુ કેટલાક નવા કડાકા ભડાકા સત્તાવાર રીતે સામે આવવા પામી ગયા છે. આ બાબતે મળતી વિગતો અનુસાર રાજકીય આગેવાનો ઉપરાંતના કુલ્લ ચાર જેટલા વધુ નામો આજેખુલવા પામી રહ્યા છે અને ચાર પૈકીના એકની અટક કરી લેવામા આવી છે.
આજ રોજ આ બાબતે ભચાઉના ડીવાયએસપી શ્રી સાગર સાંબડાએ પ્રેસ યોજી અને સમગ્ર ચાલી રહેલી કાર્યવાહી અંગે વાત કરતા કહ્યુ હતુ કે,તા.૧૩મી મેના રોજ રાપરના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે આવેલા વિસ્તારમા ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જા અંગે ફરીયાદી મંગળ સોજા ગોહીલની આધારે ઈપીકો કલમ ૩૦૭ તથા તે બાદ દીનેશ કોલીનુ સારવાર દરમ્યાન મોત થવા પામતા ઈપીકો કલમ ૩૦ર, એટ્રોસીટી એકટ, તથા આમ્સ એકટ તળેની અલગ અલગ કલમો તળે ગુનો નોધવામા આવ્યો છે. 
તેઓએ કહ્યુ કે, આ બનાવની ગંભીરતા જોતા માન. બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમર સાહેબના દીશા નિર્દેશો સાથે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની કુલ્લ ૧ર ટીમો બનાવી અને અંદાજે કુલ્લ અત્યાર આ કેસમાં ૧૬ આરોપીઓની અટક કરવામા આવે છે. ત્યારબાદ આ ૧૬ જેટલા આરોપીઓની નામદાર કોર્ટ દ્વારા સાત દીવસના રીમાન્ડ મળવા પામ્યા છે. બનાવની ગંભીરતા જોતા વિવિધ એંગલ તેમજ ઉંડાણપૂૃવક તપાસ કરતા તેમજ આરોપીઓના ન્િોવદનો તેમજ અન્ય સાંયોગીક પુરવાઓ જોતા અન્ય ચાર આરોપીઓના નામો ખુલવા પામ્યા છે. જેમા અશોકસિંહ જાલા, નરેન્દરદાન ગઢવી, દીલીપ અયાચી,વલીમામદ સુલેમાનનો સમાવેશ થવા પામી રહ્યો છે. જે પૈકીના નરેન્દ્ર ગઢવી છે તેની ર૧/રના રોજ અટક કરવામા અવી છે. આ બનાનવી વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે. હાલમાં અશોકસિહ, દિલીપ અયાચી, વલીમામદ તથા કાજો રબારી સહિતનાઓની પકડવાની તજવીજ હાલમાં ચાલી રહી છે. આ ઘટનામાં ઉપયોગમાં લેવામ આવેલા હથિયારો કબ્જે કરવા સહિતની તપાસ ચાલી રહી છે.  
આ બનાવની ગંભીરતાથી જોતા સમગ્ર પ્રકરણમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામા આવશે. 

----

પોલીસ તપાસ કરે કે, મારનારા અને મરનારાઓ ત્યાં ગયા જ શા માટે હતા? કોનું કારખાનું ત્યાં બની રહ્યું હતું...!

હકીકતમાં જંગલ ખાતા-અભ્યારણ્ય વિભાગને સાથે રાખી અને પોલીસે અહી બનેલા ગેરકાયદેસર પાળાઓ જ તોડી પાડવા જોઈએ
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસતંત્ર, એસપીશ્રી અને ભચાઉ ડીવાયએસપીની ટીમે કાનમેર ફાયરીંગ-હત્યા કેસની ઘનિષ્ઠ તપાસ ઝડપભેર હાથ ધરી અને રાજકીય આગેવાનોને પણ તપાસના દાયરામાં લઈ જ લીધા છે. હવે આ તપાસ જયારે કડકાઈથી આગળ ધપાવાઈ રહી છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, પોલીસે સૌ પ્રથમ તો અહી એ તપાસ કરવાની જરૂર છે કે, આ ફાયરીંગની ઘટના જયારે હત્યાના ગુનામા પરીણમી છે તો મારનાર અને મરનારા બન્ને જે-તે સ્થળ પર ગયા શા માટે હતા? ત્યા તેઓએ જવાની જરૂર કેવા હેતુઓ સર પડી હતી? કારખાનુ કોનુ અહી બંધાતુ હતુ? મરનાર અથવા તો મારનારાઓ બન્ને કોની બહાદુરીનું પ્રદર્શન કરવા આ સ્થળે પહોચ્યા હતા? ખરેખર આ અંગે જો કડક તપાસ કરવામા આવે તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે અને અહી દાદાગીરી પૂૃર્વક આતંક મચાવી કાયદાને લલકાર આપનારાઓ ચોકકસથી સીધાદોર થવા પામી જાય તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, ખરેખર તો પોલીસે જંગલવિભાગ, અભ્યારણ્ય તંત્રને સાથે રાખી અને અહી બનેલા ગેરકાયદેસર પાડાઓ કેાઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના ધડાધડ તોડી પાડવા જોઈએ એટલે અહી ગેરકાયદે અડીંગો જમાવવા માટે દાદાગીરી કરી આતંક મચાવનારાઓ પણ આપોઆપ જ અંકુશમાં આવી જવા પામે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM