Trending News
સ્થાનિક સમાચાર

મા આશાપુરા વિદ્યાસંકુલમાં બુક ફેર અને ફન ફેરનું કરાયું ભવ્ય આયોજન

07 November



ભુજ - કચ્છઉદય : મા આશાપુરા વિદ્યાસંકુલ ખાતે બુક ફેર અને ફન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆત વખતસિંહ જાડેજાની પ્રતિમાને હારારોપણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડૉ. ધર્મેન્દ્ર એમ. બકરાણીયાના હસ્તે રિબન કાપીને કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, સંસ્થાના પ્રમુખ હુકમતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાનભાઈ ગઢવી તથા મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા તથા ટ્રસ્ટી વિજયભાઈ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
બુક ફેરનું આયોજન વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ અને વાંચનની આદત કેળવવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળામાં તમામ પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવ્યાં હતાં. ફન ફેરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા, જેને વાલીઓ અને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર આકર્ષક વર્ગસુશોભન (ક્લાસ ડેકોરેશન) કરવામાં આવ્યું હતું. દરેક વર્ગખંડની સજાવટમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મકતા અને ટીમવર્ક જોવા મળ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિધ્યા સંકુલ ના તમામ શિક્ષકગણ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. વાલીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને સૌના સહકારથી બુક ફેર, ફન ફેર તથા વર્ગસુશોભનનો કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સહકારની ભાવના વિકસાવવાનો હતો, જે આ કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક સાકાર થયો હતો. 
---------------

Comments

COMMENT / REPLY FROM