Trending News
સ્થાનિક સમાચાર

ભુજ-મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટના ભાડાં ૨૦ હજાર સુધી પહોંચ્યાં!

07 November



ભુજ : દિવાળી સહિતના તહેવારોના દિવસોમાં વતન અને પરિવાર પાસે પહોંચવા માટે મુસાફરોની અવરજવર વધી છે, ત્યારે ભુજથી મુંબઈ અને મુંબઈથી ભુજ વચ્ચેની હવાઈ મુસાફરી પણ મોંઘી બની છે. હાલ ભુજથી મુંબઈની સાંજની ફ્લાઈટનું ભાડું રૂ.૧૦ હજારની આસપાસ પહોંચી ગયું છે, જ્યારે દિલ્હીની સવારની ફ્લાઈટનું ભાડું રૂ.૧૫થી ૨૦ હજાર સુધી પહોંચતાં મુસાફરોના બજેટ પર સીધી અસર પડી રહી છે.સામાન્ય દિવસોમાં ભુજ-મુંબઈ અને દિલ્હી વચ્ચેની હવાઈ મુસાફરીનું ભાડું રૂ.૫થી ૧૦ હજારની વચ્ચે રહેતું હોય છે. જોકે, તહેવારોના દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં ભાડાંમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને દિલ્હીની સવારની ફ્લાઈટમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકોને રૂ.૧૫થી ૨૦ હજાર સુધીનું ભાડું ચૂકવવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સાંજની ફ્લાઈટમાં પણ ભાડું રૂ.૧૦ હજારની આસપાસ પહોંચ્યું છે. નોકરી-ધંધા અને વ્યવસાય અર્થે મુંબઈ સહિતના વિસ્તારોમાં રહેતા કચ્છીઓ તહેવારોમાં વતન આવતા હોવાથી બંને તરફ મુસાફરોની માંગ વધી છે.

......


 

Comments

COMMENT / REPLY FROM