પૂર્વ કચ્છ પોલીસ બેડામાં સામૂહિક બદલીઓથી આંતરીક ધરતીકંપની ભીતરમાં ડોકીયું
શું આડેસરમાં એસએમસીનો દરોડો જ કારણભૂત કે પછી લાખોના ‘તોડકાંડ’ સહિતના કાંડો બન્યા ગ્રહણરૂપ?
આ ને કહેવાય..પાપનો ઘડો ભરાય એટલે ફુટે તો ખરો જ..સાહેબના ખાસ વિશ્વાસુ હતા તેમ છતા ગદ્વાર કરી એટલે શિકાર બની ગયા ને..! જેની જેવી લાયકત તેવા ઠેકાણે મુકાઈ જ ગયા ને..! વિશ્વાસઘાતીઓના આવા જ હાલ થાય છે.., હાલમાં થયેલી સામુહીક બદલીમાં વિશ્વાસઘાત જ કારણ ભુત દેખાઈ રહ્યો છે..!
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં હાલ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાઈ ગયો છે, જેને લઈને આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચાઓ અને તર્ક-વિતર્કોનો દોર શરૂ થયો છે. તાજેતરમાં આડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા ભાયાનક દરોડા બાદ પૂર્વ કચ્છમાં ખાખી વર્તુળમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ, ડી-સ્ટાફથી માંડીને છેક એલસીબી અને એસઓજી સુધીની ટીમોમાં મોટાપાયે ઉથલપાથલ કરી દેવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં સાગમટે થયેલી બદલીઓ પાછળ માત્ર એસએમસી રેડ વખતે થયેલી કથિત ઢીલાશ જ કારણભૂત છે, કે પછી આની પાછળ અન્ય કોઈ ગંભીર પ્રકરણો જવાબદાર છે? તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
..............
શું આડેસર દારૂ પ્રકરણ જ જવાબદાર કે પછી અંદરખાને અનેક કૌભાંડો હતા?
ગાંધીધામ : ચર્ચાઈ રહ્યું છે કે શું આડેસરના ચકચારી દારૂ પ્રકરણમાં ખરેખર આટલા બધા ખાખીધારીઓની મિલીભગત હતી, કે પછી ઉચ્ચ અધિકારીઓના ધ્યાને ધીમે-ધીમે એક પછી એક ગંભીર ગેરરીતિઓની માહિતી પહોંચી રહી હતી? એસએમસીની રેડ માત્ર એક નિમિત્ત બની હોય અને ઉચ્ચ અધિકારીઓએ અગાઉની તમામ લાપરવાહીઓ અને વિવાદોને એક સાથે જોડીને આ ’સામૂહિક સાફસફાઈ’ કરી નાખી હોય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
.................
તોડકાંડ અને વગદારોની ભૂમિકાની ચર્ચાઓ તેજ
ગાંધીધામ : પોલીસ બેડામાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એસપીશ્રીની કહેવાતી મુખ્ય શાખાના જ સર્વેસર્વા બની બેઠેલા એક ઁજીૈં (જે અખબારોના બાતમીદારોના પણ રૌફપૂર્વક અને દાદાગીરી સાથે મોબાઈલ ચેક કરવાના ખુબ શોખી રહ્યા હતા)તેમના સહિતની ત્રિપુટી દ્વારા શક્તિનગરના એક
વેપારીને બિટકોઈન સંદર્ભની કોઈ તપાસમાં ફસાવીને લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ મામલો અત્યંત ગુપ્ત રીતે પરંતુ હિમ્મતપૂર્વક સીધા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ ગંભીર તોડકાંડ સહિતની અલગ-અલગ ઘટનાઓ અને ફરિયાદો ઉચ્ચ કક્ષાએ
પહોંચતા જ આખી સિસ્ટમ પર ગાજ વીજળી બનીને વરસી હોવાનું મનાઈ રહ્યું છે. અન્ય એક બદલી મુખ્ય શાખામાથી થઈ છે તેનો તો ઓર્ડર પણ વહેલો થયેલો જ હતો, માત્ર તેની અમલવારી કડકાઈથી કરાવામાં આવી છે. આ મહાશય પણ મુખ્ય શાખામાથી બદલી થઈ ગઈ હોવા છતા પણ અહીથી જવાનો મોહ જ છોડી શકતા ન હતા. આમ, માત્ર એક દરોડાના બહાને કે પછી ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ક્રિયતાના લાંબા લીસ્તાંઓને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસમાં કરાયેલી આ મેગા ફેરફાર અને બદલીઓએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે.

Comments