ભુજમાં સંસ્કૃત પાઠશાળા ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે ૧૦૧ કુમારીકા અને ૨૫ બટુકોનું પૂજન કરાયું
ભુજ-કચ્છઉદય : ભૂજની સંસ્કૃત પાઠશાળા ખાતે દર વર્ષની જેમ નવરાત્રીના પ્રથમ નોરતે હાટકેશ સેવા મંડળ, અંબિકા મહિલા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા ૧૦૧ કુમારીકા અને ૨૫ બટુકોનું દૂધ પાણીથી પગ ધોઈ, કુમકુમ તિલક કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને લ્હાણી આપવામાં આવી હતી. રામરોટી છાશ કેન્દ્રના લીલાધરભાઇ ભીંડે અને લોહાણા સમાજના આગેવાન હર્ષદભાઈ ઠક્કર (હક્કી), જયશ્રીબેન હાથી, હેમાંશુભાઈ અંતાણી, ઝહીરભાઈ સમેજા અને હેલીબેન વચ્છરાજાનીના વડપણ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆતમાં રોહિતભાઈ પાઠકે શક્રાદય પઠન કર્યું હતું. બહેનોએ સંસ્કૃત ગરબાની રમઝટ જમાઈ હતી. આવકાર અને સ્વાગત વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું. જીતેન્દ્રભાઈ છાયા, પારુલબેન બુચ, માલસી માતંગ, લ્યુનાબેન વૈદ્ય, આશિષ વૈદ્ય, પીર અનવરશા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ બાળકોને લ્હાણી અપાઇ હતી. હર્ષદભાઈ ઠક્કર તરફથી અલ્પાહાર અપાયો હતો. કીટ માટે દાતાઓએ સહયોગ આપ્યો હતો. વ્યવસ્થા ગંગાબા, કિશોરભાઈ મચ્છર, નીરૂબેન વગેરેએ સંભાળી હતી એવું વિભાકરભાઈ અંતાણી અને વત્સલાબેન શુક્લએ જણાવ્યું હતું.
------

Comments