Trending News
સ્થાનિક સમાચાર

કચ્છને "પ્રાઇમ મિનિસ્ટર ધન-ધાન્ય કૃષિ યોજના" અંતર્ગત નવી દિલ્હી ખાતે મળ્યું શ્રેષ્ઠ કામગીરીનું રાષ્ટ્રીય સન્માન

12 October




કેન્દ્રીય કૃષિ મંત્રીના હસ્તે "પ્રાઇમ મિનિસ્ટર ધન-ધાન્ય કૃષિ યોજના"માં સવર્શ્રેષ્ઠ પ્રદર્શન માટે કચ્છ જિલ્લાને એનાયત થયો રાષ્ટ્રીય પુરસ્કાર અને ‘સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ’ : સમગ્ર કચ્છ વતી રાષ્ટ્રીય સન્માન સ્વીકારતા કલેક્ટર અનિલ રાણાવસિયા અને ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા

ભુજ - કચ્છઉદય : ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા "પ્રાઇમ મિનિસ્ટર ધન-ધાન્ય કૃષિ યોજના" હેઠળ હાથ ધરાયેલ કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાતના કચ્છ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
૧૨ ઓક્ટોબરના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે કચ્છ જિલ્લાને ‘સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ’ અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા અને જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહીને આ સન્માનનો સ્વીકારી કર્યો હતો.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ખેતીવાડી વિભાગ, તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને તેમની સરાહનીય સક્રિયતા અને યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM