Trending News
સ્થાનિક સમાચાર

ઓમ ફાઉન્ડેશનની નવી કારોબારી સમિતિની રચના 

12 October



ડો. દેવજ્યોતિ શર્માને પ્રમુખ પદની જવાબદારી 


ભુજ-કચ્છઉદય : ર૦૦૬માં સ્થાપિત ઓમ ફાઉન્ડેશન સંસ્થાના ર૦ વર્ષ પુરા થતાં ચાલુ વર્ષે તેના પાંચવી કારોબારી સમિતિ માટે નવા ટ્રસ્ટીઓની નિમણુંક હાલે આયોજીત સંસ્થાના વાર્ષિક સભામાં હાજર સદસ્યો દ્વારા સર્વસંમતિથી થયેલો છે. જેમાં  પ્રમુખ તરીકે ડો. પંડિત દેવજયોતિ શર્મા, ઉપપ્રમુખ રેખાબેન રમેશ મહેશ્વરી, સચિવ જયંતિભાઈ વાઘેલા, કોષાધ્યક્ષ હેમંતભાઈ ઠક્કર, મહિલા કલ્યાણ સમિતિના ચેરપર્સન લીનાબેન કમલેશ ઠક્કર, સાંસ્કૃતિક અને યોગ સમિતિમાં પલ્લવી રાજેશભાઈ, પર્યાવરણ સમિતિમાં વત્સલભાઈ ભાનુશાલી,  સલાહકાર સમિતિના વિશેષ આમંત્રિત સદસ્યોમાં પત્રકાર મુંજાલભાઈ સોની અને કચ્છ યુનિવર્સિટીના સામાજીક કાર્ય વિભાગના પ્રોફેસર ડો. જીગ્નેશ બી. ઝાલા, ટ્રસ્ટીઓમાં ધવલભાઈ રાવલ, શૈલેષભાઈ રાવલ, ડો. સુરેશભાઈ પટેલ, દિપકભાઈ મકવાણા, સિદ્વાર્થ ડી. શર્માની નિમણુંક થયેલી છે. 
ઓમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લી ર૦ વર્ષોથી યોગ સાયકોથેરાપી સામુહિક પ્રશિક્ષણ પ્રોજેક્ટ હેઠળ લોકોના આધિ, વ્યાધિ અને ઉપાધિના નિવારણ કરી સુખ, શાંતિ સમૃદ્વ અને સ્વાસ્થ્ય જીવન જીવવા માટે લાઈફ સ્ક્રિલ્સ ડાયનેમિક મેડીટેશન, ઓમ મેડીટેશન, ગીતા પ્રબોધની, માનવ બોધ અભિયાન, દુઃખ નિવારણ કાર્યક્રમ, માનસિક દર્દીઓ માટે સલાહ અને સારવાર શિબિરો વિનામુલ્યે કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ઓમ સામુહિક ચેતના જાગૃતિ કાર્યક્રમો કરવા માટે ઓમ  ધ્યાન મંદિર ના નિર્માણ કરવાની ડો. શર્માના પ્રસ્તાવને ઉપરોક્ત  વાર્ષિક સંમેલનમાં સર્વસંમતિથી સ્વીકારવામાં આવેલ છે અને તે દિશામાં ચેતનમય પ્રયાસો કરવામાં આવશે. નોંધનીય છે કે કળિયુગના પીડાદાયક સમયમાંથી  શાંતિથી જીવનને પસાર કરવા માટે ઓમ ફાઉન્ડેશન દ્વારા ભુજ અને માધાપર ખાતે ઓમ મેડીટેશન સેન્ટર  કાર્યરત છે. હવે ઓમ મેડીટેશન મંદિર નિર્માણ માટે ઓમ ફાઉન્ડેશન સક્રિય થશે અને વિવિધ વિકલ્યો ગોઠવવામાં આવશે.
--------

Comments

COMMENT / REPLY FROM