Trending News
સ્થાનિક સમાચાર

માતાનામઢ અને નેત્રા ખાતે રવાપર મહાકાલી મિત્ર મંડળ દ્વારા મુંબઈથી આવેલ ગરબાને અર્પણ કરાયું

10 October


રાજાબાવાના આર્શિવાદ લીધા  

રવાપર-કચ્છઉદય : કચ્છની કુળદેવી મા આશાપુરાના માતાનામઢ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પરંપરા મુંજબ મુંબઈથી તૈયાર થયેલ ગરબાને માતાનામઢ જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાજાને રવાપર મહાકાલી મિત્ર મંડળ મુંબઈ પરિવાર દ્વારા મંડળના નિલેશભાઈ ચંદન, તુલસીદાસ ચંદન, રામજીભાઈ ચંદન, ચેતનભાઈ ચંદન, પ્રદિપભાઈ ચંદન, ઘનશ્યામ ચંદન, દ્વારા ગરબાને અર્પણ કરી રાજાબાવાના આર્શિવાદ લીધા હતા. 
પ્રથમ વખત નેત્રા જૌગમૈયા મહિલા મંડળ દ્વારા આયોજીત નવરાત્રીને  મહાકાલી મિત્ર મંડળ મુંબઈ પરિવાર દ્વારા કચ્છ જિલ્લા પંચાયત સભ્ય નેહા અશ્વિન રૂપારેલ દ્વારા મંડળના નીતાબેન ભગવાનદાસ જોષીને જૌગમૈયા માતાજી મંદિર ખાતે પુજારી અરવિંદભાઈ કાપડી દ્વારા પુજન કરી અર્પણ કરાયું હતું.આ પ્રસંગે તા.પ. સભ્ય અશ્વિન રૂપારેલ, ગરબી મંડળના ભગવાન જોષી, હરીભાઈ લુહાર, કાંતિભાઈ વાળંદ,  હેમતભાઈ સાધુ સહિત આગેવાનો, કાર્યકરોએ હાજરી આપી હતી. 
-------

Comments

COMMENT / REPLY FROM