આધોઈ પાસે કેફી પીણું પીધેલ કારચાલક ઝડપાયો
સામખીયાળી : ભચાઉ તાલુકાના આધોઈ બેરા પરબ પાસેથી નશાની હાલતમાં કાર હંકારતા એક ચાલકને સામખીયાળી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આધોઈ વિસ્તારમાં ફોરવ્હીલ ગાડી (નં. ય્ત્ન-૩૯-ઢઝ્ર-૮૭૯૩) ના ચાલક રામજીભાઈ પાંચાભાઈ પરમાર વગર પાસ-પરમિટના નશાકારક પ્રવાહીનું સેવન કરેલી હાલતમાં ગાડી ચલાવતા રંગેહાથ ઝડપાઈ આવ્યા હતા. પોલીસે મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments