Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં પીએમસી બોગસ સર્ટિ કૌભાંડની તપાસમાં ભેદભરમ : સંજય રામાનુજે તપાસને ઠંડા કબાટમાં નાખી દીધી?

29 August

છે ને કમિશ્નર શ્રી દવેરાના આદેશનું સુરસુરિયું? તપાસ પર પડદાની ગંધ


અતિ ગંભીર વહીવટી છબરડા અને પ્રકરણની તપાસ કમિશ્નરશ્રીએ ડે.કમિ. રામાનુજને સોંપ્યાના ૧૫ દિવસથી વધુનો સમય થઈ ગયો, 
તપાસના નામે પાંદડું પણ ન હટ્યું

તપાસનીશ અધિકારી સંજય રામાનુજ લાજવાના બદલે ગાજે છે : વહીવટીતંત્રના સમયકાળમાં નાક નીચે ગાંધીધામ મનપામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જે પોસ્ટ જ નથી ભરાયેલી તેના બોગસ સહી-સિક્કા કરી સર્ટિફિકેટ આપી દેવાયા, છતાં હજુ સુધી કોઈના નિવેદનો લેવાની પણ તસ્દી ન લીધી

હું કોઈને પણ જવાબ આપવા બંધાયેલો નથી, કમિશ્નરશ્રીએ આ વિષયોના જવાબ આપવાના હોય, મારે નથી આપવાના, મેં ૨૦ દિવસ પહેલાં પણ નિવેદનો લેવાશે એમ કહ્યું હતું અને આજે પણ હજુ નિવેદનો લેવા માટે બોલાવી તપાસ કરાશે એ જ પ્રતિક્રિયાઓ આપું છું, જેને જે કહેવું હોય તે કહે, મને કોઈ ફર્ક નથી પડતોઃ સંજય રામાનુજની તદન ઉડાઈ અને બિનવહીવટ છબી પ્રકટ કરતી ઉડાઉ પ્રતીક્રીયા (ડે. કમિશ્નર, ગાંધીધામ મહાનગરપાલિકા)

આ રીતે ન ચલાવી લેવાય, પ્રકરણ ગંભીર જ બન્યું છે, કમિશ્નરશ્રી અને ડે. કમિશ્નરને તપાસ ઝડપથી હાથ ધરવાની સૂચના આપી જે કંઈ પણ ખોટું કરનારાઓ હશે તેમની સામે કાર્યવાહી થશેઃ શ્રી તેજશભાઈ શેઠ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

કોંગ્રેસ-વિપક્ષ પણ આ બાબતે કેમ ચૂપ છે? સરકારી અધિકારીઓ આ કેસમાં ઢીલુ વલણ દાખવી રહ્યા છે, 
ત્યારે કોંગ્રેસ ખુદ આગળ આવી અને સહી કોની છે તેના માટે ફોજદારી ફરીયાદ કેમ દાખલ નથી કરતી? જો ફોજદારી ફરીયાદ થશે તો સહી એફએસએમાં મોકલાશે અને દુધનું દુધ અને પાણીનું થશે પાણી?


નવી બોડી છાકટા બની ગયેલા મોટા પેટવાળા ભ્રષ્ટ જવાબદારોના કાન આમળે, નહી તો આગામી બોર્ડમાં આ પીએમસીના વિષયને લઈને ભારે હોબાળો- હંગામો અને વિરોધનો સામનો કરવો પડેશ : નવીબોડી અજાણ છે પરંતુ આ માટીપગા વહીવટી અધિકારીઓની બેદરકારી અથવા તો છાની મીલીભગત કયાંક ને કયાંક રોષનો ભોગ બનાવી ન જાય..જોજો..! 


ગાંધીધામઃ ગાંધીધામ મનપામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પોસ્ટ જ ભરાયેલી ન હોવા છતાં, એસઆરડી પ્રા.લી. નામની પીએમસી કંપનીને બોગસ સહી-સિક્કા કરીને ૩-એ ફોર્મનું સર્ટિફિકેટ આપી દેવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ઉત્તરાખંડ સુધી પહોંચેલા આ કૌભાંડનો રેલો ગાંધીધામ મનપા સુધી પહોંચતાં જ સમગ્ર વહીવટી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કાંડ વહીવટી રીતે અત્યંત ગંભીર હોવાનું સ્વીકારીને આજથી ૨૦ દિવસ પહેલાં મનપા કમિશ્નરશ્રીએ ડે. કમિશ્નર સંજય રામાનુજને ત્વરિત તપાસ કરી કૌભાંડના મૂળ સુધી પહોંચી ઝડપથી અહેવાલ સોંપવા સૂચના આપી હતી. જોકે, ૧૫થી ૨૦ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં તપાસના નામે એક પાંદડું પણ હલ્યું નથી. ત્યારે ડે.કમિશ્નર સંજય રામાનુજ જે પ્રકરણના તપાસનીશ છે તેઓએ જાણે કે કમિશ્નરના આદેશનુ સુરસુરીયું તથા ઐસતૈસી જ કરી દીધી હોય તેમ જોવાઈ રહ્યુ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે સમયગાળામાં આ બોગસ અને ડમી પ્રમાણપત્રો અપાયા તે વખતે સંજય રામાનુજ પોતે જ સેવારત હતા. તે વખતે કમિશ્નરશ્રી વર્તમાન ન હતા પરંતુ ડે.કમિશ્નર તરીકે તો જે સંજય રામાનુજના વહીવટી સમયકાળ દરમ્યાન તેના જ નાક નીચે જ આવડો મોટો છબરડો થયો હોવા છતાં, તેઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે. ૨૦ દિવસ પછી પણ નિવેદનો લેવા બોલાવીશું તેવી પોકળ વાતો કરી હજુ સુધી કોઈના નિવેદન લેવાની તસ્દી પણ લેવામાં આવી નથી. અધિકારી સંજય રામાનુજે ઉદ્ધતાઈભરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું કોઈને પણ જવાબ આપવા બંધાયેલો નથી. કમિશ્નરશ્રીએ જવાબ આપવાના હોય, મારે નહીં. જેને જે કહેવું હોય તે કહે, મને કોઈ ફર્ક પડતો નથી. અધિકારીના આ વલણથી સમગ્ર તપાસ પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની શંકા દ્રઢ બની છે.બીજી તરફ આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી તેજશભાઈ શેઠે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે આ રીતે ન ચલાવી લેવાય, પ્રકરણ અત્યંત ગંભીર છે અને ખોટું કરનારા સામે કડક કાર્યવાહી થશે. ત્યારે હવે નવી બોડી આવા છાકટા બનેલા ભ્રષ્ટ જવાબદારો સામે કડક પગલાં ભરે તે જરૂરી બન્યું છે, અન્યથા આગામી બોર્ડ બેઠકમાં આ જ પીએમસી કંપનીને ફરીથી કામ આપવા મુદ્દે ભારે બબાલ થવાના એંધાણ હાલતુરંત વર્તાઈ રહ્યા છે.

.........

 

Comments

COMMENT / REPLY FROM