Trending News
સ્થાનિક સમાચાર

ભારાપરમાં ઇદ એ મિલાદ ઉજવાઈ

26 August



ભુજ-કચ્છઉદય : દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભુજ તાલુકાના ભારાપરમાં ઇદ એ મિલાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨ દિવસ સુધી દિવસે બહેનો માટે અને રાત્રે ભાઈઓ માટે તકરીરોનું આયોજન કરવામાં આવ્યું હતું પછી ૧૨ રબિયાલ અવ્વલના દિવસે સવારમાં જુલુસ (શાંતિ રેલી) કાઢવામાં આવી હતી અને રસ્તાઓમાં સરબત, ચોકલેટ, કેક, આઈસ્ક્રીમ, કોન, દૂધ જેવી ગણા પ્રકારની નિયાજ વહેચવામા આવી હતી. બાદમાં બાલ મુબારક (પેગંબર મોહમદ સાહેબનું વાળ)ની જિયારતનું આયોજન રાખવામાં આવ્યું હતું બાદમાં બપોરનું નિયાજ (જમવાનું)નું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના તકરીર હતી જેમાં પીર સૈયદ હાજી અમીન શાહ હાજી અહેમદ શાહ માંડવીવાળા એ તકરીર (દિન નું ગ્યાન) કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પયગંબર સાહેબએ સારી રીતે જીવન જીવવાની નસીહત કરી છે કે ફક્ત પોતા માટે નહીં પણ પોતાના માં બાપ કુટુંબીઓ પોતાના પાડોશી અને પૂરા ઇન્સાનિયત સાથે પ્રેમ સાથે રહી પોતે બતાવ્યું અને દુનિયા ને પણ રહેવાનું કહ્યું સહુ પ્રથમ માનવતા બાદમાં બીજું બધું અને મુસ્લિમ સમાજને ખોટા કામ, ખોટા વ્યવસાય, દેશ વિરોધી કાર્ય, દારૂ, જુગાર અને બધા ગુનાહોના કામથી દૂર રહેવા જણાવ્યું હતું.
-------------------

Comments

COMMENT / REPLY FROM