નાગર જ્ઞાતિના રાજ્યકક્ષાના અગ્રણીનું સન્માન : હાટકેશ ગાથા પુસ્તક અર્પણ
ભુજ-કચ્છઉદય : ભુજ હાટકેશ સેવા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રારંભમાં સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) રાજ્યકક્ષાના પ્રમુખ અને ’નાગર અભિવ્યક્તિ’ મેગેઝીનના તંત્રી સુભાષભાઈ ભટ્ટનું, ભુજ નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતા, ’હાટકેશ જન’ના તંત્રી અવિનાશભાઈ વૈદ્ય, મંડળના પ્રમુખ વિભાકરભાઈ અંતાણીએ સ્વાગત અને સન્માન કર્યું હતું. જયશ્રીબેન હાથીને નાગરિક સંરક્ષણ તાલીમ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ભુજ નાગર જ્ઞાતિના પૂર્વ પ્રમુખ સ્વ. પરિમલભાઈ ધોળકિયાને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓને કચ્છનાં સોળ હાટકેશ મંદિર વિષેનાં સંશોધનાત્મક પુસ્તક ’હાટકેશ ગાથા’, લેખક જગદીશચંદ્ર છાયાએ અર્પણ કર્યાં હતાં.
----------

Comments