Trending News
રમત જગત

રાજ્ય કક્ષાએ અંડર-૧૯  યોગાસનમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર - ભુજની વિદ્યાર્થિનીઓએ સુવર્ણ તેમજ રજત ચંદ્રકો મેળવ્યા

21 October




ભુજ - કચ્છઉદય : રમત-ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન અંડર-૧૯ રાજ્ય કક્ષાની સ્પર્ધા ભુજ-કચ્છ મુકામે યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ વિજેતા થઈ અને કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર રાજ્યમાં વિજેતા થઇ સંસ્થા તેમજ કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલું છે.
સુવર્ણચંદ્રક મેળવેલ રીઘમિક જોડી વેકરીયા યશ્વી અને સેંઘાણી મીરાં અને રજત ચંદ્રક મેળવેલ આર્ટિસ્ટિક જોડીમાં વેકરીયા યશ્વી અને આશાણી ઉર્વી સામેલ છે. દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ, મંદિરના ટ્રસ્ટી મંડળ,  સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM